નખત્રાણા ખાતે 17-18ના યોજાનાર કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા કોમી વૈમનસ્ય ફેલાવતી સ્પીચ ન અપાય : તંત્ર આગમચેતીના પગલા ભરે : જુમા રાયમા
ભુજ : નખત્રાણા ખાતે તા. ૧૭ થી ૧૯ સુધી નિષ્કલંકી ધામ ખાતે ના પ્રોગ્રામ માં હેટ સ્પીચ આપી કોમી વેમન્સય ફેલાય તેવા ભાષણ આપવા જાણીતા છે તેવા કાજલ અગ્રવાલ ( હિન્દુસ્તાની ) ના પ્રવચનમાં ઈસ્લામ ધર્મ કે મુસ્લીમ સમાજ માટે લાગણી દુભાય તેવા પ્રવચન ન થાય તે બાબતે હાજી જુમા રાયમાએ પશ્ચિમ કચ્છ એસ.પી. ને આગમચેતીના પગલા ભરવા રજૂઆત કરાઈ છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે આગામી તા. ૧૭ થી ૧૯ તા ના રોજ નખત્રાણા ખાતે સંતપથ મહીલા સંઘ ની સીબીર મા વક્તા તરીકે કાજલ હિન્દુસ્તાની ને આમંત્રણ આપવામા આવેલ છે. કોઈ પણ સમાજ કે સંગઠન પોતાના સમાજ ના કાર્યક્રમ કરે તે બાબતે કોઈ વિરોધ નથી પણ ઉપરોક્ત પ્રોગ્રામ મા કોઈ ધર્મ કે કોઇ સંપ્રદાય વિરુધ ઝેર ઓકતા ભાષણ ન થાય તે બાબતે તકેદારી રાખવામા આવે તેવી વિનંતી
આ પ્રોગ્રામ મા આયોજકો દ્વારા ઇસ્લામ ધર્મ અને મુસ્લિમો વિરૂદ્ધ હેટ સ્પીચ આપવા માટે જાણીતી વક્તા કાજલ હિન્દુસ્તાની જે અગાઉ પણ કચ્છ ના મુન્દ્રા ખાતે પ્રોગ્રામ મા મુસ્લિમ ધર્મ અને સમાજ વિશે બકવાસ કરેલ અને જુનાગઢ ના ઉના ખાતે પણ તેણી ના પ્રોગ્રામ બાદ તોફાનો થયેલ જે બાબતનું ધ્યાન રાખી ઉપરોક્ત પ્રોગ્રામ મા તેણી ને પ્રવચન આપવા ખાસ તકેદારી રાખવામા આવે તથા તમામ પ્રોગ્રામ મા સરકારી એજન્સી દ્વારા વીડીયો રેકોર્ડીગ કરવામાં આવે અને કોઈ પણ જાતનુ મુસલિમ સમાજ કે ઈસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ પ્રવચન કરે તો તાત્કાલિક ધોરણે તેને રોકવામા આવે તથા કાયદેસર પગલા લેવામા આવે તથા આયોજકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે.
ઉપરોક્ત બાબતે સમગ્ર મુસ્લિમ સમાજ ની લાગણી ધ્યાને રાખી આ પ્રોગ્રામ મા કોઈ પણ ધર્મ કે સમાજ ની લાગણી દુભાય તેવી કોઈ ઘટના ન બંને તે બાબતે તકેદારી રાખવા એસ.પી. પશ્ચિમ કચ્છને ટકોર કરી છે.