ગુજરાત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં ૧૧.૫% લઘુમતીઓનું કલ્યાણ માટે બજેટમાં માત્ર ૦.૦૨૪% એ લઘુમતિ પ્રત્યે સરકારનો ભેદભાવ : MCC
અમદાવાદ : માઇનોરીટી કો-ઓર્ડીનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે ગુજરાત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ ગુજરાતનાં સૌથી પછાત લઘુમતી સમુદાય માટે નિરાશાજનક અને લઘુમતિ પ્રત્યે સરકારનું ભેદભાવ ભર્યો વલણ ગણાવ્યો છે. પાછલા વર્ષે બજેટમાં લઘુમતીઓની ભાગીદારી ૦.૦૩૩% હતી અને આ વર્ષે ૦.૦૨૪% છે.
વધુમાં આ મુદે MCC દ્વારા જણાવાયું છે કે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ૨૦૨૩-૨૪ નું બજેટ વિત્ત મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ દ્વારા રજુ કરવામાં આવ્યું. ગુજરાત સરકારના પાછલા વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ ૨૪૩૯૬૫ કરોડ હતું જયારે આ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૩૦૧૦૨૨ કરોડ રૂપિયા પ્રસ્તાવિત કરવામાં આવેલ છે, પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે ૫૭૦૫૭ કરોડના વધારો કરવામાં આવેલ છે જે પ્રતિશતમા ૨૩%નો વધારા છે.
જ્યારે બજેટમાં વંચિત વર્ગ અને સમાજના મોટા ભાગને નજીકથી સંકડાયલા વિભાગને જોઇયે તે સ્પષ્ટ દેખાય છે કે આ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસમાં ખરેખર નથી માનતી.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં આવેલ લઘુમતીઓનું કલ્યાણ માટે બજેટ પાછલા વર્ષે બજેટ અનુમાન ૮૦૫૮.૬૭ લાખ હતા અને સરકારની બેદરકારીના કારણે સુધારેલા અંદાજ ૬૫૯૫.૫૪ લાખ થયું. આ વર્ષે સરકાર દ્વારા ૭૩૯૯.૫૭ લાખ નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે. આ રાશિ કુલ બજેટ ના માત્ર ૦.૦૨૪% છે. ગુજરાત માં ૧૧.૫% લઘુમતીઓની વસ્તી છે અને તે ખૂબજ પછાત છે. આ બાબત જોઈને સ્પષ્ટ થાય છે કે સરકાર લઘુમતીઓ સાથે ભેદભાવ કરે છે અને આ સમુદાયના વિકાસમાં અડચણ ઊભો કરે છે.
પાછલા વર્ષનું રાજ્યના બજેટ માં લઘુમતીઓ માટે જોગવાઈ નો પ્રતિશત ૦.૦૩૩% હતું અને આ વર્ષે આખું બજેટ ના પ્રતિશત માત્ર ૦.૦૨૪% છે. રાજ્યના બજેટમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેનાથી તદન વિપરીત લઘુમતીઓ માટે આ વધારો શોભના ગાઠિયા સમાન છે.
આ બજેટમાં પ્રધાનમંત્રી જાન વિકાસ કાર્યક્રમ (PMJVK) માટે કેન્દ્રનો અંશ પાછલા વર્ષે ૬૦૦ લાખ પ્રસ્તાવિત થયો હતો. જે આ વર્ષે ઘટાડીને ૩૦૦ લાખ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
આ બજેટમાં પ્રધાનમંત્રી જાન વિકાસ કાર્યક્રમ (PMJVK) માટે રાજ્યનો અંશ પાછલા વર્ષે ૪૦૦ લાખ પ્રસ્તાવિત થયો હતો. જે આ વર્ષે ઘટાડીને ૨૦૦ લાખ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
આ બજેટમાં લઘુમતી સમુદાયના શિક્ષણ હેડમાં વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ,ગણવેશ માટે પાછલા વર્ષે ૬૬૦૦ લાખ પ્રસ્તાવિત થયા હતા, જે આ વર્ષે ઘટાડીને ૬૪૫૦ લાખ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
આ બજેટમાં લઘુમતી સમુદાયના શિક્ષણ હેડમાં વિદ્યાર્થીઓ માટે પ્રી મૅટ્રિક શિષ્યવૃત્તિ પાછલા વર્ષે ૧૫ લાખ પ્રસ્તાવિત થયા હતા. જે આ વર્ષે ઘટાડીને ૧૦ લાખ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
આ બજેટમાં લઘુમતી સમુદાયના શિક્ષણ હેડમાં વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર પુરુસ્કૃત પોસ્ટ મૅટ્રિક શિષ્યવૃત્તિ પાછલા વર્ષે ૧૫ લાખ પ્રસ્તાવિત થયા હતા. જે આ વર્ષે ઘટાડીને ૧૦ લાખ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
આ બજેટમાં અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ માટે કોઈ વધારાની જોગવાઈ નથી કરવામાં આવી. આ બાબત દર્શાવે છે કે સરકાર લઘુમતી સમુદાય સાથે ભેદભાવ કરી રહી છે અને સરકાર નથી ઇચ્છતી કે લઘુમતી સમુદાય વિકાસ કરી શકે.
માયનોરીટી કોઓર્ડીનેશન કમિટી (MCC) આ બજેટને ભેદભાવ પૂર્ણ માને છે અને માંગ કરે છે પછાત સમાજને ઉપર તરફ લાવવાની વિશેષ જોગવાઈ મુજબ બજેટના ઓછામાં ઓછા 10% વસ્તી અનુસાર રાજ્ય બજેટમાં ફાળવવામાં આવે.