ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર : અંજાર રમેશ ડાંગર તો ગાંધીધામ ભરત સોલંકીના નામ જાહેર
ભુજ : વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે. તમામ પાર્ટીઓએ મુરતીયા જાહેર કરવા કાઉન્ટ ડાઉન શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો અગાઉથી જ જાહેરાત કરેલ છે. તો ગણી સીટો પર હજી બાકી છે.
ગુજરાતમાં મુખ્ય બંને પક્ષો કોંગ્રેસ ભાજપમાં ઘણા સમયથી ઉમેવારોની પસંદગી ચાલી રહી છે. તેના વચ્ચે કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની યાદી જાહેર કરેલ છે. જેમાં કચછની અંજાર વિધાનસભામાં રમેશ ડાંગરનુ નામ જાહેર કર્યું છે. તેઓ કોંગ્રેસના યુવા નતા છે અને તેમના પત્ની હાલ કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા છે. પોતે પણ અંજાર તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે.
તો ગાંધીધામ અનુસુચિત જાતિની અનામત બેઠક પર ભરત સોલંકીનુ નામ જાહેર કરે છે. ભરત સોલંકી હાલ કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ સેલના પ્રમુખ તરિકે પણ પક્ષને સેવા આપી રહ્યા છે.