માધાપરથી રેલી સ્વરૂપે સંખ્યા બધ્ધ કાર્યકરો અને સમર્થકો સાથે ભુજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું
ભુજ : ગુજરાત વિધાનસભા ની ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે 3-ભુજ વિધાનસભા ના કોંગ્રેસ ના લોકપ્રિય અને લોક ઉપયોગી ઉમેદવાર લેવા પટેલ સમાજ ના આગેવાન અરજણ દેવજી ભુડીયાએ ભગવાન નરનારાયણ દેવ ના આશીર્વાદ લઇ શુભ મુહૂર્ત માં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું.
ઉમેદવારી પત્ર ભરવા જતા માધાપર સરદાર પટેલ ની પ્રતિમા ને હાર રોપણ કરી રેલી સ્વરૂપે વાજતે ગાજતે હજારો કાર્યકરો સાથે ભુજ ગોસ્વામી સમાજવાડી માં વિજય શંખનાદ સંમેલન માં પહોંચ્યા હતા. આ રેલી દરમ્યાન ગાંધીજી, દેવાયત બોદર, રાણી લક્ષ્મીબાઈ, જવરલાલ નહેરુ વગેરીની પ્રતિમાને હારા રોપણ કરી.
વિજય શંખનાદ સંમેલન માં કચ્છ લોકસભા કોંગ્રેસ ના પ્રભારી અને રાજસ્થાન સરકાર કેબિનેટ મંત્રી, સાલેમોહમ્મદ એ જણાવ્યું હતું કે, ઘણા સમય થી કચ્છ નો પ્રવાસ કરી રહ્યો છું ત્યારે ખાસ કરીને ભુજ વિસ્તાર ના લોકો ગટર, પાણી, લાઈટ જેવી વગેરે સમસ્યાઓને લીધે ભાજપ થી ત્રસ્ત થઇ ભુજ માં કોંગ્રેસ ને વિજય અપાવવા થનગની રહ્યાં છે અને મને વિશ્વાસ છે કે આ વખતે ભુજ તાલુકાના દરેક ગામ કોંગ્રસ ના વિજય નો યશભાગી રહેશે.
તેમણે વિશેષ માં જાહેરાત કરી હતી કે ભુજ ના કોંગ્રેસી આગેવાનો એ નારાજ થઈને રાજીનામાં આપ્યા હતા તે કોંગ્રેસ પક્ષ દ્વારા અસ્વીકાર કરવામા આવ્યા છે અને આગેવાનો ને કામે લાગી જવા હાકલ કરી હતી. ત્યારે ભુજ નગર પાલિકા ના વિપક્ષી નેતા, તમામ કાઉન્સીલરો અને આગેવાનો ફરીથી કોંગ્રેસ પક્ષ માં પરિવારની જેમ જોડાઈ ગયા હતા અને વિજય નો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ સંમેલન માં ઉમેદવાર શ્રી અરજણભાઈ દેવજી ભુડીયા એ વિજય નો વિશ્વાસ વ્યકત કરતા જણાવ્યું હતું કે 20 વર્ષ થી ગામ ના પ્રતિનિધિ તરીકે નાના માં નાના લોકો માટે કામ કરતો આવ્યો છું, ત્યારે ઇતિહાસ માં પ્રથમ વખત કોઈ પાર્ટીએ ભુજ માં લેવા પટેલ સમાજ ને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે ત્યારે હું નહિ પણ આપસૌ ધારાસભ્ય છો એ રીતે કામ કરતો રહીશ.
આ સંમેલન માં પ્રદેશ મહામંત્રી, આદમભાઈ ચાકી અને નવલસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, અફવાઓથી પરે રહી આ વખતે ભાજપ ની ભ્રષ્ટ નીતિને નાબુત કરવાનો સમય આવી ગયો છે ત્યારે આવનારા 15 દિવસ ભુજ મત વિસ્તાર ના તમામ કાર્યકરો અરજણભાઈ ને જીતાડવા માં લાગી જાય અને ગાંધીનગર માં કોંગ્રેસ નો પંજો સ્થાપિત થાય તેવું આહવાન કર્યું હતું.
આ સંમેલન માં ભુજ ના પ્રભારી મહેન્દ્ર પ્રતાપસિંહ, પૂર્વમંત્રી રફીક મારા, ભુજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ આહીર વગેરેએ કાર્યકરો ને કામે લાગી જઈ કોંગ્રેસ ને જીતાડવા દિવસ રાત એક કરવા આહવાન કર્યું હતું તથા જુદા જુદા પાંખ સેલ ના અગેવાનો એ પોતાના ઉદબોધન માં અરજણભાઈ ના વિજય નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સંમેલન માં સ્વાગત પ્રવચન શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ કર્યું હતું તથા સંમેલન માં સેલ પાંખ ના પ્રમુખો, તાલુકા જિલ્લા પંચાયત ના સદસ્યો, પૂર્વ સદસ્યો, ભુજ નગર પાલિકા ના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો, બન્ની પચ્છમ ના આગેવાનો, શહેર તાલુકા ના હોદ્દેદારો, પ્રદેશ સેલ પાંખ ના હોદ્દેદારો અને મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ નો સંચાલન પ્રવક્તા દીપક ડાંગરે અને આભાર વિધિ ઈલિયાસ ઘાંચી એ કરી હતી. તેવું જિલ્લા કોંગ્રેસ ના પ્રવક્તા ઘનશ્યામ સિંહ ભાટી અને ગનીભાઇ કુંભારે જણાવ્યું હતું.