“2017 મે આદમ ચાકી કો કીસને હરાયા” : બન્નીની સભામાં ઓવેસીનું સ્ફોટક નિવેદન : ભુજના ઉમેદવાર તરિકે સકીલ સમાનો નામ જાહેર
ભુજ : કચ્છમાં વિધાનસભા ચૂંટણી માટે નામાંકન શરૂ થતા રાજકીય હલચલ તેજ બની છે. વિવિધ પાર્ટીના નેતાઓ કચ્છમાં આવવાનુ શરૂ કર્યું છે. ત્યારે ઓલ ઇન્ડિયા મજલીસે ઇત્તિહાદુલ મુસ્લિમીન (AIMIM)ના રાષ્ટ્રીય પ્રમુખ બેરીસ્ટર અસાદુદીન ઓવેસીએ બન્ની-પચ્છમ વિસ્તારમાં ગઈ કાલે સભા ગજવી હતી.
સભાની શરૂઆતમાં પાર્ટીના ગુજરાતના ઉપપ્રમુખ સકીલ સમા તથા વારીસ પઠાણે સભાને સંબોધી ભાજપ સરકારના અન્યાય સામે લડવા મુસ્લિમોને એક થઈ AIMIM પાર્ટીને જીતાડવા આહ્વાન કર્યું હતું.
ત્યાર બાદ અસાદુદીન ઓવેસીએ સંબોધન શરૂ કરતા તેમણે બન્ની-પચ્છમના લોકોને થઈ રહેલ અન્યાય મુદે જણાવેલ કે તેઓને સતત અન્યાય થઈ રહ્યો છે, 30 વર્ષમાં અહીં કોઈ પાર્ટીએ સભા કરી નથી, જેનો સીધો મતલબ છે કે કોઈ પણ પાર્ટીએ બન્ની-પચ્છમ ના લોકો વચ્ચે આવવા નથી માંગતી. ડાંગ જિલ્લાને વન અધિકાર કાનૂન હેઠળ માલધારીઓને અધિકાર મળ્યા પણ બન્નીના માલધારીઓને આ અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.
તેઓએ સભા દરમ્યાન ભુજ વિધાનસભા બેઠકના AIMIM ના ઉમેદવાર તરિકે પ્રદેશ ઉપપ્રમુખ સકીલ સમાના નામ ની જાહેર કરી હતી. તેઓએ જણાવ્યુ કે બન્નીની લડાઈ લડવા માટે સકીલ સમા યોગ્ય ઉમેદવાર છે, તેમને મત આપી વિધાનસભામાં મોકલો તો બન્નીથી થયેલ અન્યાયને ખતમ કરવા લડત ચલાવશું. તેઓએ જણાવેલ કે બાબા સાહેબે આપેલ સંવિધાન બચાવવા આપણે મજલીસના ઉમેદવાર સકીલ સમાને વોટની તાકતથી વિધાનસભામાં મોકલવું પળશે, જેથી આપણા હક્ક અધિકારો માટે ત્યાં લડત કરી શકે.
પ્રધાન મંત્રીના બન્નીની ભેંસ મુદે આપેલા નિવેદન માઇક પર સંભળાવી અને તેના પર તંજ કસતા જણાવ્યું કે આ બન્નીના માલધારીઓની મહેનતથી શક્ય બન્યુ છે. તેઓએ વડાપ્રધાનના “ગુજરાત મે બનાવ્યું” વાળા નિવેદનને ટાંકીને જણાવેલ કે બન્નીની ભેંસો જે પાંચ લાખની ભેસ છે તે ફોરેસ્ટ દ્વારા ખોદેલ ખાડામાં પડી જાય છે, બન્ની-પચ્છમના લોકોને પીવાના પાણી છોકરીઓને સ્કૂલ, આરોગ્ય વગેરે સુવિધાથી વંચિત રાખનાર ગુજરાત મોદીએ બનાવ્યો હોવાનું જણાવ્યુ હતું. બન્નીના લોકોને નર્મદાનો પાણી ન આપી અન્યાય કરાયો હોવાનો મુદો પણ ઉપાડ્યો હતો. વર્ષ 1965 અને 1971 સમયે પાકિસ્તાન સામે થયેલ યુધ્ધમાં ભારતને સહયોગ કરનાર મોલાના અબ્દુલરહીમ પચ્છમાઇ, ઇબ્રાહિમ સુરૈયા અને ગુલબેગને પણ યાદ કર્યા હતા.
છેલ્લે તેમણે 2017 માં આદમ ચાકી કોંગ્રેસના ઉમેદવાર તરિકે ચૂટણી લડી હાર્યા તા તે મુદે જણાવેલ કે બધા કહે છે કે ઓવેસી આવ્યો એટલે કોંગ્રેસ હારશે, તો 2017 માં આદમ ચાકીને કોણે હરાવ્યા હતા. તેઓએ જણાવ્યુ કે આદમ ચાકીને કોંગ્રેસના જ મત ન મળ્યા જેથી હાર્યા મજલીસ તો ત્યારે અહિ લડવા પણ ન હોતી આવી.
ભુજ વિધાનસભા પર 2017 માં કોંગ્રેસના ઉમેદવાર હાર્યા ત્યારે કોંગ્રેસીઓ પર જ આક્ષેપ થયા હતા કે કોંગ્રેસના આગેવાનોએ મત ન અપાવી તેમને હરાવ્યા છે. આ મુદાને ઓવેસીએ ફરી જગાવતા ભુજ વિધાનસભાના પરિણામ પર અસર કરે તેવી પુરી શક્યતા હોવાનુ રાજકીય આલમમાં ચર્ચાઇ રહ્યું છે.