કચ્છની ગાંયો માં ફેલાયેલ લંપી વાયરસ મુદે દોઢ મહિના અગાઉ થયેલ ટ્વીટને તંત્રએ ગંભીરતાથી ન લેતા આ પરિસ્થિતિ સર્જાઇ હોવાના આક્ષેપ

1,149

ભુજ : સમગ્ર કચ્છ જિલ્લામાં પશુઓમાં અને ખાસ કરી ગાંયોમાં અત્યારે લંપી વાયરસ કહેર વસાવી રહ્યો છે. આ વાયરસની ચપેટમાં મોટી સંખ્યામાં કચ્છનો ગૌવંશ સપડાયો છે. પશુઓમાં ફેલાયેલ મહામારીને રોકવામાં તંત્રની કામગીરી નિષ્ફળ રહી હોવાના આક્ષેપ વિવિધ સંસ્થાઓ અને રાજકીય પક્ષો કરી રહ્યા છે. ત્યારે આ વાયરસ મુદે તંત્રને દોઢ માસ અગાઉ ટ્વીટ દ્વારા જાણકારી આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.

આ મુદે 3 જુનના રોજ નખત્રાણા તાલુકાના ઢોરા ગામના વતની, સામાજિક કાર્યકર યાકુબ મુતવાએ મુખ્યમંત્રી ઓફીસ, પશુપાલન મંત્રાલય અને કલેક્ટર કચ્છ સહિતના વિભાગને ટ્વીટ કરી બન્ની વિસ્તારમાં ગાંયોમાં બીમારી હોવાથી ગાંયોના મૃત્યુ થઈ રહ્યા હોવાની જાણ કરી હતી. તેઓએ ટ્વીટમાં ફોટોગ્રાફ પુરાવા સાથે લખ્યું હતું કે ભુજ તાલુકાના પચ્છમ વિસ્તારના તુગા ગામે ગાંયોમાં એક બીમારી ફેલાઈ છે, જેના કારણે દરરોજ ગાંયોના મૃત્યુ થઈ રહ્યા છે. પશુપાલન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરે.

વધુમાં વોઇસ ઓફ કચ્છ ન્યુઝ સાથે વાત કરતા યાકુબ મુતવાએ જણાવ્યું કે આ મુદે મે ટવીટ કરી અને ત્યાર બાદ પશુપાલન વિભાગને ફોનથી પણ જાણ કરી હતી. તેઓએ કહ્યું કે અમે ટીમ મોકલીએ છીએ, તેઓની ટીમ ફકત એક વખત વીજીટ કરી ચાલી ગઈ, પણ કોઈ ગંભીરતા દાખવી ન હતી. કચ્છના તંત્રએ આ ટ્વીટને ગંભીરતાથી લઈ અને તત્કાલ આ વાયરસના ફેલાવાને રોકવા પગલા લીધા હોત તો અત્યારે કચ્છના ગૌવંશની હાલત આટલી હદે ખરાબ ન થાય તેવા આક્ષેપ યાકુબ મુતવાએ તંત્ર પર કર્યા છે.

હાલમાં સમગ્ર કચ્છમાં લંપી વાયરસ ગાંયોમાં વાયુ વેગે ફેલાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી અનેક સામાજિક સંસ્થાઓ અને જાગૃતો આ મુદે તંત્રને જગાડવા આવેદન પત્ર અને રજૂઆત કરી રહ્યા છે. તો કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદન પત્ર આપી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આક્ષેપ પરતિઆક્ષેપના દોર વચ્ચે છેક હવે તંત્ર એકટીવ મોડમાં આવ્યું છે. કોરોના મહામારી ના ફેલાવાને રોકવા આગોતરા પગલા લેવા તંત્ર નિષ્ફળ ગયાના જે પ્રકારે આક્ષેપ થયા હતા. તેવી જ રીતે પશુઓમાં ફેલાયેલ આ વાયરસની રોકથામ માટે આગોતરા પગલા લેવામાં તંત્ર નિષ્ફળ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.