મારા પર થયેલ ફરિયાદ બાબતે પ્રદર્શન કરવાની જરૂર નથી : મને ન્યાયતંત્ર પર ભરોષો છે, પોલીસ કાર્યવાહીમાં સહયોગ કરીશ : જુમા રાયમા

6,065

ભુજ : રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના મંચ પરથી કોમી વૈમનસ્ય ફેલાય તેવા ભાષણોનો મુદો ખૂબજ ગરમાયો હતો. આ મુદે પોલીસ દ્વારા ગઈ કાલે રાષ્ટ્રીય કરણી સેના પ્રવક્તા વાઢેર સામે, અને તેમના વિરૂદ્ધ સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરવા બદલ મુસ્લિમ સમાજ અગ્રણી હાજી જુમા રાયમા પર ફરિયાદ દાખલ કરાઇ હતી.

આજે આ ફરિયાદના વિરૂદ્ધ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે વિવિધ સમાજના આગેવાનો મુસ્લિમ આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સોશ્યલ મિડીયાના માધ્યમથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે આ બાબતે મુસ્લિમ સમાજના અગ્રણી હાજીજુમા રાયમાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેઓએ જણાવ્યું છે કે આજ રોજ વર્તમાન પત્રો દ્વારા તેમના પર ભુજ એ ડીવીઝન મા પોલીસ તંત્ર દ્વારા ફરીયાદ દાખલ થયેલ છે તે જાણવા મળ્યું. આજ સવાર થી કચ્છ ના તમામ હીંદુ મુસ્લિમ સમાજ ના નાના મોટા તમામ આગેવાનો ના ફોન આવ્યા અને થયેલ ફરીયાદ બાબતે રેલી, ધરણા, આવેદન પત્ર આપી જે પણ કરવું હોય તે કરીએ તેવા લાગણી જાહેર કરી અને સોશ્યલ મીડીયા માં પણ તેમની તરફેણ મા સમગ્ર સમાજ ના લોકો અને સંસ્થા તરફ થી મેસેજ નાંખવામા આવેલ તે તમામ લોકો સંસ્થાઓ રાજકીય સામાજીક આગેવાનોનો ખરા હદય પુર્વક તેઓએ આભાર માન્યો અને જણાવયું છે કે તમામ ની લાગણીઓ ની કદર કરુ છુ પણ મારી પર થયેલ ફરીયાદ માટે હુ રેલી ધરણા કે આવેદન પત્ર આપવા લોકો નો સમય પૈસા નો બગાડ કરવા માંગતો નથી હુ ભારત દેશ ના કાયદા ને માન આપું છુ અને હમેશા કચ્છ ગુજરાત તથા દેશ મા શાંતિ ભાઈચારો અને એકતા રહે તેવા મારા પ્રયાસ રહેલ છે અમારા માટે ઈસ્લામ ના અમારા પયગંમ્બર સાહેબ થી વધારે કોઈ ચીજ નથી તેમની શાન મા ગુસ્તાખી કરનાર ને સમર્થન આપી ભુજ ની મીટીંગ મા રાષ્ટ્રીય કરણી સેના એ મુસ્લિમ સમાજ ને ઘર મા ઘુસી ને મારવાની ધમકી તથા સમગ્ર ભારત ભળકે બળશે તેવા નિવેદન આપનાર અસામાજિક તત્વોને કાયદાની અને ભારત ના બંધારણના દાયરામા રહી જવાબ આપવો એ પોલીસ ની નજર મા ગુનો બનતો હોય તો હુ કાયદા ને માન આપુછુ મને લાગે છે કે પોલીસ તંત્ર કોઈ ના દબાવ મા કે સચ્ચાઈ ની તપાસ કર્યા વગર મારા પર ફરીયાદ મા ક્યાંક કાચું કપાઈ ગયું હોય તેમ લાગે છે

માટે તમામ રાજકીય સામાજીક આગેવાનો સંસ્થાઓ મને સપોટ કરનાર તમામ નામી અનામી લોકો નો આભાર માનું છુ ને તેમની લાગણી ની કદર કરુ છુ. કચ્છ નો સમગ્ર સમાજ અને સમગ્ર વહીવટ તંત્ર જાણે છે કે સમાજ મા કોણ અશાંતિ ફેલાવવા નુ કાર્ય કરેછે અને કોણ એકતા અને ભાઈચારો જાળવવા નુ કામ કરે છે

વધુમાં જણાવ્યું કે તેઓ આજ રોજ તા, ૧૫/૬/૨૨ ના સાંજે ૬ વાગે જાતે ભુજ એ ડીવીઝન પોલીસ સ્ટેશન પર હાજર થઈ ને પોલીસ તંત્ર ની કાર્યવાહી મા સહયોગ આપશે ને પોતાના પયગંમ્બર સાહેબ કે પોતાના સમાજ માટે આખી જીંદગી જેલ મા રહેવું પડે તો રહેશે. તેમજ પોલીસ ની કાર્યવાહી બાદ ન્યાય લેવા તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જશે તેવું પ્રતિક્રિયામાં જણાવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.