ઇસા ફાઉન્ડેશનના સહયોગ થી ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ દ્વારા નવેમ્બર માસમાં કરાશે ૨૫૦ યુગલોની સમૂહ નિકાહ નું આયોજન
અંજાર : ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ની તા.૨૯-૦૫-૨૦૨૨ રવિવાર ના રોજ આગરીયા ફાર્મ, અંજાર મધ્યે જનરલ કારોબારી સંસ્થા ના ગુજરાત પ્રદેશ ના પ્રમુખ ઇનામુલહક ઈરાકી ના અધ્યક્ષ સ્થાને મળી હતી.
મીટીંગની શરૂઆત તીલાવાતે કુરઆન થી મૌલાના મોહંમદશરીફ સાહબ દ્વારા કરાઈ હતી. સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા એ ગત મીટીંગના એજન્ડાનું વાંચન કરી લેવાયેલા નિર્ણયો પર થયેલ કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી તથા સંસ્થાના વાર્ષિક હિસાબ અહેવાલ વર્ષ ૨૦૨૧-૨૨ કારોબારી સમક્ષ રજુ કરી બહાલી મેળવી હતી.
મીટીંગના એજન્ડા પર ચર્ચા વિચારણા ના અંતે કચ્છ ભરમાં ચાલી રહેલ ૩૬ સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો ચાલી રહ્યા છે તદુપરાંત સંસ્થા દ્વરા ૨૫ જેટલાં નવા તાલીમ કેન્દ્રો શરુ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. હાજીપીર ની દરગાહના વિકાસ કર્યો માટે સંસ્થા દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને રજૂઆત ના અંતે ગ્રાન્ટ ફાળવવા ઘટતું કરવા તેમજ સંસ્થા દ્વારા ચાલી રહેલ ગામ : ઝુરા, તાલુકા ભુજ કચ્છ મધ્યેની લાઈફ કેર હોસ્પિટલ માં સુવિધાઓ વધારવા અને અંજાર મધ્યે નિર્માણ પામનાર મીની મલ્ટી સ્પેસિયાલીસ્ટ હોસ્પિટલ માટે ચાલી રહેલ તૈયારીઓ અંગે નો અહેવાલ રજુ કરાયો હતો. જે માટેના કાર્યોને વધુ વેગ આપવા ૫ (પાંચ) સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી.
સંસ્થા દ્વારા આગામી નવેમ્બર ૨૦૨૨ માં કચ્છ જીલ્લા મુસ્લિમ સમાજ માટે ૨૫૦ જેટલા યુગલો માટે સમૂહશાદી (સમુહલગ્ન)નું આયોજન ઈસા ફાઉન્ડેશન અમદાવાદના સહયોગ થી કરવાનો નિર્ણય લેવાયો હતો. જે સંદર્ભે સંસ્થાના ગુજરાત પ્રદેશના પ્રમુખ ઇનામુલહક ઈરાકી એ વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે આ સમૂહશાદીમાં ગરીબ અને જરૂરતમંદો વધુ ન વધુ લાભ લે તેવા સૌએ પ્રયાસો કરવા આહવાન કરાયું હતું. સંસ્થા દ્વારા આગામી ૩ જુલાઈ ૨૦૨૨ના રોજ અંજાર ટાઉનહોલ મધ્યે ખાતુન મેરેજ બ્યુરો, અમદાવાદ ના સહયોગ થી યોજાનારો શાદી (લગ્ન) પરિચય / પસંદગી મેળા નો લાભ વધુને વધુ લોકો લે તે માટે સર્વે સભાસદો ને અપીલ કરાઈ હતી. ઉપરાંત સંસ્થાની મીટીંગોનું આયોજન દરેક તાલુકા કક્ષાએ કરવું તેવો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. શિક્ષણ ને પ્રોત્સાહન આપવા માટે તેજસ્વી તારલાઓ માટે ઇનામ વિતરણના કાર્યક્રમો યોજવા, તેમજ આરોગ્ય અને શિક્ષણ હેલ્પલાઈન નો લાભ વધુ ને વધુ ગરીબ, જરૂરતમંદો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા જેવા અગત્યના નિર્ણયો લેવાયા હતાં
મીટીંગ દરમિયાન ચર્ચાઓમાં સંસ્થાના ટ્રસ્ટી યુસુફભાઈ સંગાર, હાજી નુરમામદ રાયમા, સાદિકભાઈ રાયમા, સલીમભાઈ રાયમા, મૌ.અબુદુજાના, શાહનવાઝ શેખ તેમજ સંસ્થાના હોદેદારો રફીકભાઈ તુર્ક, હાજી ઈસ્માઈલ મંધરા (માસ્તર), હાજી નુરમામદ મંધરા, સિરાજ મલેક, મામદ નોડે, અબ્દુલ અગરિયા, મામદ ખત્રી, શબ્બીર સુમરા સહિતનાઓ એ ભાગ લીધો હતો. મીટીંગમાં હારુન કુંભાર, રમજાન રાઉમા, હુશેન આગરીયા, જુસબ આગરીયા, યુસુફ આગરીયા, રાજમાન આગરીયા, મજીદ તુર્ક, અનીસ સંગાર, સુલતાન આગરીયા, રઝાક બાયડ, કાસમ નારેજા, આરીફ બાયડ, શબ્બીર બાયડ, ગુલામશા સૈયદ, ભીખાભાઈ ખલીફા, લતીફભાઇ ખલીફા, જુમાભાઈ ખલીફા, અબ્દુલ જત, સાદ આગરીયા, ઈરફાન હાલેપોત્રા, અનીસ નોડે, રીઝવાન બાયડ, બાસિત નોડે, મૌલાના અનીસ, અશરફ જત, સૈયદ અતાઉલ્લાહ, અફઝલ સંગાર, અકબર આગરીયા, ઈમ્તિયાઝ મોયડા, કાસમ ખલીફા, સહિતનાઓ મીટીંગમાં હાજર રહ્યા હતાં. મીટીંગ ના અંતે મૌલાના અબુદુજાના એ દેશ અને સંસ્થા ના વિકાસ માટે દુઆ એ ખૈર કરવામાં આવી હતી. એવું ઇત્તિહાદુલ મુસલમીન-એ-હિંદ ટ્રસ્ટના પ્રવક્તા જલાલશા સૈયદે તેમની યાદમાં જણાવ્યું હતું.