અદાણીના મુંદ્રા બંદરે ઇતિહાસ રચ્યોઃ આજ સુધીનું સૌથી વિશાળ કન્ટેનર વેસલનું આગમન
અમદાવાદ : અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.અને સીએમએટી વચ્ચેના સંયુક્ત સાહસની એસીએમપીટી લિ.ના મુંદ્રા કન્ટેનર ટર્મિનલ ખાતે વિશ્વના વિરાટ માલવાહક કન્ટેનર જહાજ એપીએલ રેફ્ફલેસનું આજે આગમન થયું છે. જે ભારતમાં આવનાર સૌથી વિરાટ કન્ટેનર છે. સમગ્ર દેશમાં સમુદ્ર માર્ગે થતા માલના પરિવહન માટેની અતિ આધુનિક સવલતો કચ્છના મુંદ્રા બંદર ઉપર છે.
સીએમએ સીજીએમ લાઇનના શિપીંગ લાઇનના કાફલામાંનું સૌથી મહાકાય કન્ટેનર વેસલ એપીએલ રેફ્ફલેસ છે. આ વેસલનું બાંધકામ 2013માં કરવામાં આવેલું છે. 17672 DWT (ટન)ના 17292 TEU ક્ષમતાના આ કન્ટેનરની લંબાઇ ૩૯૭.૮૮ મીટર અને પહોળાઇ ૫૧ મીટર છે, જે ચાર ફુટબોલ મેદાન બરાબર થાય.
મુન્દ્રા પોર્ટ માટે આ વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. 2021 માં, મુન્દ્રા બંદર ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ બન્યું હતું અને હવે બંદરે તેના એક ટર્મિનલ પર સૌથી મોટું કન્ટેનર જહાજ ઉતાર્યું છે. એપીએલ રેફ્ફલેસ વેસેલને મુંંદ્રા પોર્ટેે હેન્ડલ કરીને મોટા કન્ટેનર જહાજોને હેન્ડલ કરવા માટે અદાણીએ બંદરની ક્ષમતાને પુરવાર કરવા સાથે ભારત અને તેના મુખ્ય વેપારી ભાગીદારો વચ્ચે વેપાર વધારવામાં ACMTPLની ભૂમિકાને પણ દોહરાવી છે.
બર્થિંગ સમયે જહાજનો ડ્રાફ્ટ 14.8 મીટર હતો, ડિસ્પ્લેસમેન્ટ 2,01,548 MT હતો અને વેસલમાં 13,159 TEU કાર્ગો હતો. આ જહાજ ગલ્ફ, ગ્રેટર ચાઈના અને દક્ષિણપૂર્વ એશિયામાંથી આયાત માલ લઈને મધ્ય પૂર્વથી આવ્યું છે. મુન્દ્રા પોર્ટ પર જ્યારે તેનું બર્થિંગ થયું ત્યારે આ કન્ટેનર વેસલમાં લગભગ 4000 TEUs આયાત, નિકાસ અને ટ્રાન્સ-શિપમેન્ટ કન્ટેનરનો વિનિમય કર્યો હતો. એપીએલ રેફ્ફલેસ ફાર ઇસ્ટ એશિયાની તેની આગળની યાત્રા ચાલુ રાખશે.
મુન્દ્રા પોર્ટ ભારતીય એક્ઝિમ કાર્ગો, ખાસ કરીને કૃષિ ઉત્પાદનો અને ઉત્પાદિત માલસામાનના સૌથી પસંદગીના પ્રવેશદ્વાર તરીકે તેની સ્થિતિને મજબૂત કરીને મોટા કદના જહાજોનાા બર્થિંગ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. મુંંદ્રા પોર્ટ ઉપર નોંધપાત્ર રીતે જે મોટા કન્ટેનર જહાજો આવી ચૂક્યા છેે તેમાં MSC રેગ્યુલસ છે જેનો LOA 366.45 m અને MSC વેલેરિયાનો LOA 366 m નો હતો. પોર્ટ વિવિધ કાર્ગો અને કોમોડિટી પ્રકારો માટે સમર્પિત ટર્મિનલ્સ સાથે 248.82 MMT કાર્ગો હેન્ડલ કરવાની વાર્ષિક ક્ષમતા સાથે 26 બર્થ અને બે સિંગલ-પોઇન્ટ મૂરિંગની સવલતો ઓફર કરે છે.
વોલ્યુમની દ્રષ્ટિએ મુન્દ્રા પોર્ટ ભારતનું સૌથી મોટું ઓલબેધર વ્યાપારી બંદર છે, જે ડ્રાય બલ્ક, બ્રેક બલ્ક, પ્રોજેક્ટ કાર્ગો, લિક્વીડ, કન્ટેનર, ઓટોમોબાઈલ અને ક્રૂડ ઓઈલને હેન્ડલ કરવા માટે આધુનિક સગવડોથી સજ્જ છે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ વૈશ્વિક સ્તરે વિવિધ ઉદ્યોગો ધરાવતા અદાણી ગ્રુપનો હિસ્સો છે, જે એક પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે. કંપની ભારતની સૌથી મોટી પોર્ટસ ડેવલપર અને ઓપરેટર તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. કંપની હસ્તક વ્યૂહાત્મક સ્થળોએ 12 પોર્ટસ અને ટર્મિનલ આવેલા છે, જેમાં ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં-ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્ટનમ અને ક્રિશ્નાપટ્ટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં કટુપલ્લી અને એનરોનનો સમાવેશ થાય છે, જે દેશની કુલ પોર્ટસ ક્ષમતાના 24 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે અને કોસ્ટલ એરિયાની સાથે સાથે હીંટરલેન્ડમાંથી મોટા જથ્થાનું સંચાલન કરે છે. કંપની કેરાલામાં વિઝીનઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. પોર્ટસથી માંડીને લોજીસ્ટીક પ્લેટફોર્મમાં પોર્ટસ ફેસિલીટીઝ, સુસંકલિત લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રીયલ ઈકોનોમિક ઝોન અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે તથા અમને ગ્લોબલ સપ્લાય ચેઈનનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાના ધ્યેય સાથે APSEZ એવું પ્રથમ ભારતીય પોર્ટ અને વિશ્વનું ત્રીજુ પોર્ટ છે કે જેણે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટીવ મારફતે એમિશન ઘટાડવામાં લક્ષ્યાંકો સાથે ગ્લોબલ વૉર્મિંગ 1.5°C ઘટાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.