હોટેલ ફર્ન અંજાર મધ્યે ઇતિહાદુલ મુસ્લિમીન-એ-હિન્દ ટ્રસ્ટની કારોબારી બેઠક યોજાઇ : સંસ્થા દ્વારા જિલ્લા ભરમાં સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર શરૂ કરાશે
અંજાર : ઇત્તિહાદુલ મુસ્લેમીન -એ -હિન્દ ટ્રસ્ટ ની જનરલ કારોબારી સંસ્થાના સીનીયર ટ્રસ્ટી યુસુફભાઈ સંઘારના અધ્યક્ષ સ્થાને ‘હોટલ ફર્ન’ અંજાર મધ્યે મળી હતી. મીટીંગની શરૂઆત મૌલાના અલીમુદ્દીન અજમેરી દ્વારા તીલાવાતે કુરાન બાદ રાષ્ટ્રીય ગાન થી કરાઈ હતી.
સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા એ ગત મીટીંગ નો અહેવાલ અને સંસ્થા દ્વારા થઇ રહેળ કાર્યોની રૂપરેખા આપી હતી. સંસ્થના સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમા એ આગામી તારીખ ૨૭-૦૨-૨૦૨૨ ના રોજ ભુજ મધ્યે સંસ્થા આયોજિત સમૂહ શાદી માટે જરૂરી આયોજન અને સહકાર ની વર્તમાન કોરોના સંબંધી ગાઈડ લાઈન ને ધ્યાને લઇ વ્યવસ્થા અને આયોજન સારી રીતે થઈ શકે તેનો ચિતાર આપ્યો હતો. સંસ્થાના ગુજરાત પ્રદેશના પ્રમુખ ઇનામુલ ઈરાકી દ્વારા સમૂહ શાદી ના આયોજનમાં સૌનો સાથ મળી રહે, સમૂહ શાદી નું સુંદર આયોજન થાય તે માટે યુવાનોને આગળ આવવા અપીલ કરી હતી. આ સમૂહ શાદીમાં ઈશા ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા દુલ્હનનો ને પાંચ જોડી કપડા, ફ્રીજ, તિજોરી, બેડ તેમજ ઘરવખરી (કિચનનો) સામાન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સમૂહ શાદીના આયોજનમાં યુવા સમિતીના અધ્યક્ષ સુલતાનભાઇ માંજોઠી, યુસુફભાઈ આગરીયા, શાહીદભાઈ રાયમા, શબ્બીરભાઈ સુમરા, અબ્દુલભાઈ જત, ફકીરમામદ રાયસી, આદમભાઈ રાયમા તેમજ રાયમા યુથ સર્કલના પ્રમુખ અને સંસ્થાના ટ્રસ્ટી સલીમભાઈ રાયમા સહિતનાઓ એ સંપૂર્ણ વ્યવસ્થા સંભાળવાની જવાબદારી લીધી હતી.
સંસ્થા દ્વારા ભુજ મધ્યે નિર્માણ પામનાર એજ્યુકેશન કેમ્પસ તેમજ અંજાર મધ્યે નિર્માણ પામનાર હોસ્પિટલ પ્રોજેક્ટની જગ્યાઓ માટે ની પ્રક્રિયા ચાલતી હોઈ થોડાજ સમયમાં આ બંને પ્રોજેક્ટો શરૂ થઇ શકે તે માટે વિશેષ જવાબદારીઓ નક્કી કરાઈ હતી. સંસ્થા દ્વારા પ્રાથમિક તબક્કે અંજાર મધ્યે પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર શરૂ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. સંસ્થા દ્વારા ૩૦મી જાન્યુઆરી એ નખત્રાણા મધ્યે ૬૨ આંખના મોતીયોના ઓપરેશન કેમ્પની વ્યવસ્થા અને આગામી ૬ ફેબ્રુઆરીના રોજ ગાંધીધામ મધ્યે ‘હિજામાં કેમ્પ’ ના આયોજન ની જવાબદારીઓ સંસ્થાના પ્રતિનિધીઓને સોંપવામાં આવી હતી.
સંસ્થા દ્વારા આગામી સમયમાં કચ્છભર માં મહિલાઓ અને પુરુષો માટે સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો (વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો) શરૂ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. મીટીંગમાં આગામી સમયમાં સંસ્થાનો વ્યાપ વધારવા તેમજ સંસ્થાના સેવાકીય કાર્યોને ગુજરાત રાજ્યભરમાં વિસ્તારવા સેવાભાવી લોકોની સંસ્થામાં નિમણુંક કરવા અને યુવા વર્ગને સંસ્થામાં સેવાકીય કાર્યો માટે જોડાવવા અપીલ કરાઈ હતી. કાર્યક્રમના અંતે દેશની ઉન્નતી, માનવતાની સુખાકારી અને દેશમાં અમન શાંતિ માટે પીર સૈયદ અનવરશા બાપુ દ્વારા દુઆ ગુજારવામાં આવી હતી.
મીટીંગમાં સંસ્થાના ટ્રસ્ટીઓ હાજી નુરમામદભાઈ રાયમા, શાહનવાઝ શેખ, નાસીરખાન પઠાણ, સાદીક્ભાઈ રાયમા, અશરફભાઈ પાસ્તા, રફીકભાઈ બારા, હબીબશા સૈયદ, મૌ.અબુદુજાના, અબ્દુલભાઈ આગરીયા તેમજ સંસ્થાના હોદેદારો હનીફભાઈ મેમણ, ઈસ્માઈલભાઈ મંધરા, જલાલશા સૈયદ, તાલિબહુશેન સૈયદ, રીજ્વાનભાઈ સૈયદ, અજીમભાઈ પઠાણ, અબ્દુલભાઈ આગરીયા, નુરમામદભાઈ મંધરા, અબ્દુલ્લાભાઈ ઓઢેજા, અબ્દુલરજાક બાયડ, ઇકબાલભાઈ દેદા, રમજાનભાઈ બાયડ, સુલતાનભાઇ કુંભાર, રફીકભાઈ તુર્ક, સીદીકભાઈ નારેજા, મૌ.સાલેમામદ દરાડ, ઈરફાનભાઈ હાલેપોત્રા, સાબિરભાઈ કુરેશી, સુલતાનભાઇ એસ.આગરીયા, રમજાનભાઈ રાઉમા, વૈયલભાઈ નોડે, મેહમુદભાઈ સુમરા, હારૂનભાઈ કુંભાર, સુલતાનભાઇ એમ.આગરીયા, લતીફભાઇ ખલીફા, કાદરભાઈ ઉઠાર, હુશેનભાઈ આઈ.આગરીયા, જુસબભાઈ આગરીયા, રફીકભાઈ આગરીયા, શબીરભાઈ બાયડ, સફીરમામદ સુમરા, મામદભાઈ સુમરા, રજાકભાઈ ઉઠાર, અશરફભાઈ જત વગેરે હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદની યાદી માં જણાવ્યું હતું.