જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં મૃત બાળક બદલાઈ જવાની ઘટનાને પગલે CPS ડો. અને નર્સ સસ્પેન્ડ
ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં મૃત બાળક બદલાઈ જવાની ઘટનાને પગલે બાળરોગ વિભાગમાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અને આ બનાવમાં જવાબદાર એક સી.પી.એસ. તબીબ અને નર્સને ફરજ મોકૂફી ઉપર મૂકવામાં આવ્યા છે.
હોસ્પિટલ અને ગુજરાત અદાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાઇન્સિસના ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ જણાવ્યુ હતું કે, આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે મોડી રાત સુધી ઝીણવટપૂર્વક તપાસના અંતે સી.પી.એસ. (કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ તપાસમાં ડાયરેક્ટર ખુદ એન.આઈ.સી.યુ. અને પીડિયા વિભાગના રેસિ.ડો. નર્સિસ વિગેરે સાથે બેઠકનો દોર શરૂ કરી આ પગલું ભર્યું હતું. ગેઇમ્સમાં આવા બનાવ ન બને એ હેતુસર દર્દીની સુખાકારી- સલામતી સબંધિત એસ.ઑ.પી. (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર) ચુસ્તપણે અમલમાં મૂકવામાં આવી છે.