માંડવી નગરપાલિકા સભાગૃહમાં યુવા ભાજપની મીટિંગ : શું નગરપાલિકા પણ હવે “કમલમ્ ” ? કોંગ્રેસ મહિલા અગ્રણીનો સવાલ

369

ભુજ : માંડવી નગરપાલિકાના સભાગૃહમાં ભાજપ યુવા મોરચા દ્વારા પેજ સમિતિ અને પરિચય બેઠકનું આયોજન, ભાજપ યુવા મોરચાના પ્રમુખના અધ્યક્ષ સ્થાને થતાં, આ મુદે કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મંત્રી માનસી શાહે સતાપક્ષ તેમજ અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો છે.

કોંગી મહિલા અગ્રણીએ જણાવ્યું કે શું હવે માંડવી નગરપાલિકાએ ભાજપનું કાર્યાલય “કમલમ” બની ગયું છે. આ મુદે માંડવી નગરપાલિકા ચીફ ઓફિસરનું મૌન એ સાબિત કરી રહ્યું છે કે તેઓ પ્રજાના નહિ પણ ભાજપના સેવક છે. નગરપાલિકા ભવનનું ઉપયોગ પ્રજાકીય કાર્યો માટે કરી શકાય છે. સરકારી મિલકતનો ઉપયોગ પોતાના પક્ષના કાર્યક્રમ માટે કરી શકાય નહિં, આ વાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ સત્તાના મદમાં ભૂલી ચૂક્યા છે. તેઓને એટલું જ્ઞાન હોવું જરૂરી છે કે નગરપાલિકાએ સરકારી પ્રોપર્ટી છે, ના કે તેમની પ્રાઇવેટ પ્રોપર્ટી કે જયારે મન ફાવે ત્યારે પક્ષની બેઠકો કરવી. આવો કોઈ અધિકાર તેમની પાસે નથી. ઉપરાંત ચીફ ઓફિસરને જાણે આટલી સામાન્ય જાણકારી ન હોય તેમ આ મુદે મૌન ધારણ કરી બેઠા છે.

આ પ્રકારે સત્તાના મદમાં આવી, પક્ષની મીટીંગો માટે સરકારી સંપત્તિનો ઉપયોગ કરનાર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને મૌન ધારણ કરી ભાજપની સેવા કરનાર ચીફ ઓફિસર વિરુદ્ધ કચ્છ કલેકટરે કડક કાર્યવાહી કરી સબક આપવો જોઈએ, જેથી આવનારા સમયમાં સત્તાના નશામાં ચુર આવા સત્તાધિશો સરકારી સંપતિનો ઉપયોગ પોતાના પક્ષ માટે કરવાનું બંધ કરે તેવું માનસી શાહે પોતાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.