ભુજમાં નશાની હાલતમાં યુવાનોને ઢોર માર મારનાર, પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી FIR માં કડક કલમો ઉમેરવા માંગ
ભુજ : ગુરૂવાર રાત્રે ભુજના બે મિત્રો સકીલ કુંભાર અને આરીફ ખલીફા હમીરસર તળાવથી લેકવયુ હોટેલ તરફ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ કર્મીએ તેઓને રોકી માર માર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મુદે કુંભાર સમાજ અગ્રણીઓએ આજે SP કચ્છ અને રેન્જ IG ને આવેદન પત્ર આપ્યો હતો.
આવેદનમાં જણાવ્યું કે આ બંને મિત્રો બાઇક પર જઈ રહ્યા હતા, તેઓને પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ તખુભા ગોહિલે રોકી અને ઢોર માર માર્યો હતો. આ કોન્સ્ટેબલ દારૂ પીધેલ હાલતમાં હોવાનું ત્યાં હાજર મહિલા પોલીસ તેમજ આ યુવાઓએ જણાવયું હતું. ગાડી ચલાવનાર આરીફ પાસે ગાડીના તમામ કાગળો અને લાઇસન્સ પણ હતું, તોય આરીફને ઢોર માર માર્યો, તો આરીફ સાથે રહેલ સગીર વયનો સકીલ દુર ભાગી જતા આ કોન્સ્ટેબલે તેને કહ્યું કે નજીક આવ નહિંતર તારા મિત્રને મારતો રહીશ. આ સાંભળી સકીલ નજીક આવતા તેને પણ ઢોર માર મારી કોઇ ધારદાર વસ્તુ માથાના ભાગે મારતા ત્રણ ટાંકા આપવા પડ્યા છે. ત્યાં રહેલા લોકોએ વચ્ચે પડી છોડાવતા, છોડાવનારાને પણ ફીટ કરવાની ધમકી આપી, ત્યાર બાદ અન્ય પોલીસ કર્મીને બોલાવી પોલીસ સ્ટેશને લઈ જઈ, ત્યાં પણ માર મારી અને પોતાના બાપદાદાની સવાસો એકર જમીનમાં મારી અને દાટી દેવાની ધમકી સરગીય વયના સકીલને આપી હતી.
વધુમાં સકીલના પીતાજીના રેસ્ટોરન્ટ પર આ પોલીસ કર્મી એકંદરે મફતમાં જમવા જતો, ત્યાં પણ ગાળા ગાળી કરતા સકીલના પિતાએ તેને દારૂ પી ને અહિં ન આવવા જણાવ્યું હતું. આ ઘટના બની ત્યારે સકીલે કોન્સ્ટેબલને કહ્યું કે તમે તો અમારા રેસ્ટોરન્ટ પર જમવા આવો છે, આ સાંભળીને જ માર મારવાનું શરૂ કર્યું હતું.
આ તમામ બાબતો ધ્યાને લઈ આ કોન્સ્ટેબલને તત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી, તેના પર થયેલ FIR માં ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ કડક કલમો ઉમેરવા કુંભાર સમાજના અગ્રણીઓએ માંગ કરી છે. આ રજૂઆતમાં કુંભાર સમાજના અગ્રણી રફીક મારા ની આગેવાની માં ફકીરમામદ કુંભાર, ગની કુંભાર, અદ્રેમાન સોનારા, સિદ્ધિક કુંભાર , સુલેમાન કુંભાર, નૌશાદ હશનિયા, મુસા કુંભાર, ઇમરાન બ્રેર, સતાર કુંભાર, વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. આ મુદે પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ કોન્સ્ટેબલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન સમાજના અગ્રણીઓને આપ્યું છે.