‘’વિશ્વ તબીબી દિવસ’’ નિમિતે ધરતીપુત્રો દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન
મુન્દ્રા : તાલુકાના જુદા-જુદા ગામોના ખેતી અને બાગાયતી પાકના જાણકાર અને કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કંપની (KKPC) સાથે જોડાયેલા ખેડુતોએ વિશ્વ તબીબ દિવસ નિમિતે કોરોના વોરીયર્સનું સન્માન કર્યું.
કોરોનાની બીજી લહેરને કારણે ઉભી થયેલ ક૫રી ૫રિસ્થિતીમાં હોસ્પિટલના ડોકટરો અને કર્મચારીઓએ જે સાહસ દાખવી લડત આપેલ તેને બિરદાવવા કેકેપીસી સાથે જોડાયેલ ઘરતીપુત્રોએ તેમની ખારેકની સીઝનનો ઉત્તમ પાક અદાણી હોસ્પિટલ મુંદરાના 100 કર્મચારી અને જી.કે. જનરલ હોસ્પિટલ ભુજના 400 જેટલા કર્મચારીઓને આપી આ કોરોના વોરીયર્સનો સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કં૫નીના ડાયરેકટર વિરમભાઇ સાખરાએ તમામ કોરોના વોરીયર્સની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે તમામ ઘરતીપુત્રો હોસ્પિટલની અભૂતપૂર્વ કામગીરીને સલામ કરે છે. અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે તમામ ડોકટરો, નર્સીંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી સહિતના સ્ટાફનો અભિવાદન કર્યું હતું તેમજ કોરોનાની ત્રીજી લહેરને રોકવા કટ્ટીબદ્ધતા દર્શાવી હતી.
આ કાર્યક્રમમાં કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કં૫નીના ડાયરેકટરો સર્વેશ્રી વિરમભાઇ સાખરા, હરિભાઈ રવિયા અને નારાણભાઇ સેડા, અદાણી હોસ્પિટલના ઇન્ચાર્જ ડો.વત્સલ પંડયા, જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણી, ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો.શાર્દુલ ચોરસીયા, મેડિકલ એડમીન હેડ ડો.કૃપાલી કોઠારી, અદાણીના કોર્પોરેટ અફેર્સ વિભાગના હેડ સૌરભભાઈ શાહ, અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહ, એસ. એલ. ડી. વિભાગના હેડ માવજીભાઇ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના વોરીયર્સની કામગીરીને બિરદાવી હતી.
કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કં૫નીનું ઉદેશ્ય
કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કં૫નીની રચના સારી કવોલીટીની ઉચ્ચ ગુણવતા વાળી ખારેકનું ઉત્પાદન થાય, ટ્રાન્સપોર્ટેશન સમયે તેનો બગાડ ન થાય અને તેનો વ્યવસ્થિત પેકીંગ થાય તે ઉદેશ્યથી કરવામાં આવી છે. એક સમાન ગુણવતા વાળી ‘‘બારાહી’’ ખારેક જથ્થાબંઘ મળી રહે તે માટે અદાણી ફાઉન્ડેશને 34 ખેડુતોને 850 જેટલા ટીસ્યુકલ્ચર રોપા ગત વર્ષે આપેલ હતા. ખારેક ઉપરાંત દાડમ, આંબા, ડ્રેગન ફૃટ વગેરે જેવા બાગાયતી પાકને પ્રોત્સાહન આપી તેનુ વ્યવસ્થિત ગ્રેડીંગ અને માર્કેટીંગ થાય તે માટે કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કં૫ની દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેડુતો દ્વારા ચાલતી આ એક રજીસ્ટર્ડ એફ.પી.ઓ. છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રેરિત કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કં૫નીમાં 10 ડાયરેકટરો છે અને 200 જેટલા ખેડુતો જોડાયેલા છે.
કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કં૫નીએ પ્રાકૃતિક ખેતીને પ્રાઘાન્ય આપે છે આ માટે અદાણી ફાઉન્ડેશન તરફથી ખેડુતોને વરસાદી પાણીની સંગ્રહ માટે રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટીંગ, પાણીનો સ્તર ઉંચુ લાવવા બોરવેલ રીચાર્જ તેમજ હોમ બાયોગેસ માટે લોકભાગીદારી સાથે સહયોગ કરવામાં આવેલ છે. હોમ બાયોગેસનો ઉ૫યોગ ખેડુતો બળતણ તરીકે કરે છે. તેમજ તેમાંથી નિકળતી બાયોસ્લરી ખાતર તરીકે ૫ણ ઉપયોગમાં લઇ શકાય છે. જેથી ગાય આઘારીત ખેતીને પણ પ્રોત્સાહન મળે છે. અને તે લોકોના સ્વાસ્થય માટે ૫ણ લાભદાયી છે.