ઈદ ઉલ અઝહા નીમિતે મુસ્લિમ સમાજ ની ઘાર્મિક લાગણી દુભાવી, વૈમન્સ્ય ફેલાય તેવી પોસ્ટ કરનાર વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવા માંગ
ગાંધીધામ : મુસ્લિમોના પવિત્ર તહેવાર ઇદ ઉલ અઝહાને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરીચારો કરી ધાર્મિક વેમનસ્ય ફેલાવતા તત્વોને નાથવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે. જેના પુરાવા રૂપે અંજારમાં એક કિસ્સો બહાર આવ્યો છે.
મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ આ મુદે પૂર્વ કચ્છ એસ.પી. ને પત્ર લખી કાર્યવાહી કરવા જણાવ્યું છે. જમાં જણાવ્યું છે કે ભારત ના બંધારણ પ્રમાણે દરેક નાગરિક ને પોતાના ધર્મ અનુસાર પુજા પધતી તથા તેમની માન્યતા પ્રમાણે ધાર્મીક વીંધી કાયદા ના દાયરા મા રહી ને કરવાની છુટ છે. આગામી ઈદ ઉલ અઝહા નીમીતે દરેક માલદાર મુસ્લિમ કુરબાની ( કાયદા મા છુટ આપેલ હોય તેવા જાનવર ) ની કરતો હોય છે આજ રોજ સોસીયલ મીડીયા પર અંજારના રહેવાસી મહેશ મનસુખલાલ દોશી જે અંજાર પાંજરાપોળ ના નામે એક પોસ્ટ બકરી ઈદ ના જાનવરો હોમાઈ જશે તેમને છોડાવવા ૫૦૦૧ રુપીયા આપી બકરી ને છોડાવો જેમાં પોતાના મોબાઇલ નંબર આપેલ છે. જે મુસ્લિમ સમાજ ની ધાર્મીક બાબતમાં દખલ અને અધીકારોનું હનન છે. મુસ્લિમ સમાજ મા પણ દારુ જુગાર વ્યાજ લેવું જેવી અનેક બાબતો હરામ કરવામા આવેલ છે. ક્યારેય કોઈ ધર્મ ના તહેવાર મા આડખીલી રુપ નથી બનતા, આવા કોમવાદી તત્વો ને નસીહત રુપ કાર્યવાહી કરવામા આવે અને મનસુખભાઈ ને એટલો જ સમાજ સેવા કરવાનો શોખ હોય તો વ્યાજ દ્વાર માણસોનું લોહી પીતા એવા અનેક લોકો છે જેનું લીસ્ટ અમે તમને આપીયે તેમની મદદ કરો ને ઈન્સાનો ને છોડાવો તેવું જણાવ્યું છે.
આવી પોસ્ટ દ્વારા મુસ્લિમ સમાજમાં ઉશ્કેરાટ ફેલાવવા નુ બંધ થાય, જેના માટે પોલીસ તંત્ર આવા તત્વો વિરૂદ્ધ તાત્કાલિક કડક પગલા ભરે તેવી વિનંતી તેઓએ કરી છે.