અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્ત્થાન પ્રોજેક્ટ અંતર્ગત નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે ડીઝીટલ ક્લાસનું ઉદઘાટન
નખત્રાણા : અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજીક ઉત્તરદાયિત્વનાં ભાગરૂપે તેમજ કોરોના કાળમાં શાળાના વિદ્યાર્થીઓ ડીઝીટલ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુસર નખત્રાણા તાલુકાનાં ઉગેડી ગામે ડીઝીટલ ક્લાસનું ઉદઘાટન કરવામા આવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્ત્થાન પ્રોજેક્ટ અંતર્ગત મુંદરા તાલુકાની ૧૭ શાળાઓ અને વર્ષ ૨૦૧૯-૨૦ માં નખત્રાણા તાલુકાની 8 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત ઉગેડી ગામ મધ્યે ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના સ્ટાફ સાથે રહીને ડીઝીટલ ક્લાસ રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. કાર્યક્ર્મની શરૂઆતમાં ગ્રામપંચાયતના સભ્યો દ્વારા અદાણી ફાઉન્ડેશનનાં સ્ટાફ તેમજ મહેમાનોને પરંપરાગત રીતે આવકારવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઉત્થાન પ્રોજેક્ટની સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચશ્રી મીઠુભાઈ ભીમજીભાઈ વાઘેલાએ પોતાના વકતવ્યમાં સમગ્ર ટીમનો આભાર માનતા જણાવ્યુ હતું કે આ યુગ ટેક્નોલોજીનો છે, જેમાં આ સ્માર્ટ ક્લાસ ઘણા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે. શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલએ પોતાના વક્તવ્યમાં આ ડીઝીટલ ક્લાસ બે શિક્ષકોની ખોટ પુરી કરશે તેવું જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્ર્મનું આયોજન તથા સંચાલન નખત્રાણા સી. એસ. આર. હેડ. ટી.ટી. મહેતા અને આભાર વિધી શાળાના પુર્વ આચાર્ય તથા ગામના મોભી રજનીકાંત પંડયાસાહેબે કરી હતી અને અદાણી ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી હતી.