દરેક સમાજમાં સન્માનીય કચ્છની કોમી એકતાના “ચાંદ” મુફતી-એ-કચ્છની વિદાયથી સમગ્ર કચ્છમાં આઘાત
ભુજ : આજે મુસ્લિમ સમાજ તેમજ સમગ્ર કચ્છ માટે આઘાત જનક સમાચાર સામા આવ્યા છે. દરેક સમાજમાં સન્માનીય એવા મુસ્લિમ સમાજના ધર્મગુરુ મુફતી-એ-કચ્છ આ દૂનિયા માથી વિદાય લેતા સમગ્ર કચ્છની પ્રજામા ગહેરો દૂખ છવાયો છે.
મુળ અબડાસા અને માંડવીમાં સ્થાયી થયેલા મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ અહેમદશા બાવા આજે આ દૂનિયા માંથી પડદો કરી ગયા છે. છેલ્લા થોડા દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હોતા તેઓ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે 97 વર્ષની ઝૈફ ઉમરે તેઓ દૂનિયાને અલવીદા કરી ગયા છે. 10 દિવસ અગાઉ તેમના જ્યેષ્ઠ પુત્ર સૈયદ અનવરશા પણ જન્નત નશીન થયા હતા. પવિત્ર રમજાન માસમાં કચ્છના લોકો વચ્ચેથી બન્ને પિતા-પુત્રની વિદાય કચ્છને ગહેરા શોકમાં ડુબાડી દીધેલ છે.
મુફતી-એ-કચ્છ કે જેઓ મુસ્લિમ સમાજના ધર્મગુરુ હતા. તેઓએ ધાર્મિક શિક્ષણમાં મુફ્તીની ડીગ્રી હાસલ કરી હતી. મુસ્લિમ સમાજના કોઈ પણ પ્રશ્નો હોય, મુફતી-એ-કચ્છ પાસેથી તેમની સલાહ સૂચન લેવાતી, સમગ્ર કચ્છના મુસ્લિમ તેમના આદેશનો પાલન કરતા હતા. ઇસ્લામ ધર્મમાં તેઓ સચોટ અને ઉંડો અભ્યાસ ધરાવતા હતા. મુસ્લિમ સમાજમાં ધાર્મિક તેમજ દૂનિયાવી શિક્ષણ માટે તેઓએ વર્ષો સુધી કચ્છમાં પ્રવાસો કરી જાગૃતિ લાવી હતી. અનેક ગામોમાં તેઓએ મદ્રેસા તેમજ અનાથ બાળકો માટે રહેવા અને શિક્ષણ આપવા તેઓએ યતીમ ખાના શરૂ કરાવ્યા હતા. કચ્છમાં મુસ્લિમોમાં ધાર્મિક જાગૃતિ અને સાચા અર્થમાં ઇસ્લામની સમજ તેઓએ આપેલી હતી. તેઓના ધાર્મિક અને સામાજિક કાર્યો વિશે લખવું હોય તો શબ્દો ટુંકા પડી જાય, ટુંકમાં કહીએતો આજે કચ્છના મુસ્લિમોમાં જે કાંઈ ધાર્મિક કે દૂનિયાવી શિક્ષણ, ઇસ્લામ ધર્મની સાચા અર્થમાં જે સમજ છે, તે મુફતી-એ-કચ્છના કારણે છે.
તે સિવાય કચ્છમાં અન્ય સમાજ સાથે સુમેળ ભરયા સબંધો કેળવવા, કાંકરીચારો કરનારાઓને કોમિ એકતાની સમજ સાથે જવાબ આપતા હતા. સરકારી તંત્રને આવે કોઇ પણ મુદે જરૂર પડતી ત્યારે તેઓ સતત મુસ્લિમ સમાજને અપીલ કરતા હતા. છેલ્લે કોરોના મહામારીમાં સમગ્ર કચ્છના મુસ્લિમો અફવામાં આવ્યા વગર, સરકારી તંત્રને સહકાર આપી વેકશીન લેવા પણ તેઓએ અપીલ કરી હતી. તેઓની દફન વિધી સવારે પરિવારના સભ્યોની હાજરીમાં કોરોના ગાઇડ લાઇન પ્રમાણે કરવાની હોતા, વધુ માણસોને એકઠા ન થવા તેમના પરિવારજનોએ અપિલ કરી છે.