કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષાને, પૂર્વ અધ્યક્ષાએ કહ્યું “મૃતદેહને અગ્નિદાહ આપી તમે ધન્યતા અનુભવી રહ્યા છો પણ અમે લાચારી અને દર્દ અનુભવીએ છીએ”

1,187

ભુજ : કોરોના મહામારીથી કચ્છમાં પરિસ્થિતિ બેકાબુ છે. સમયાંતયે ઓક્સિજન કમી, બેડની અછત જેવી અનેક કપરી પરિસ્થિતિઓ સામે આવી રહી છે. તે વચ્ચે નેતાઓ હજી પણ શરમ વગર સસ્તી પ્રસિધ્ધિ મેડળવા લોકાર્પણ કાર્યક્રમ તો કરી રહ્યા છે, પણ સ્મશાનને પણ નથી છોડી રહ્યા.

તે વચ્ચે સોશિયલ મિડિયામાં જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને હાલના પ્રમુખ વચ્ચે આ મુદે નોક-જોક સામે આવી છે. જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા દ્વારા સુખપર સ્મશાનમાં કોરોના ગ્રસ્ત મૃતદેહની અંતિમ વિધી કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો અને સેવિકા સમિતિની બહેનોની મુલાકાત લીધી હતી. સ્મશાનમાં લિધેલી મુલાકાતના ફોટો જિલ્લા પંચાયત અધ્યક્ષા દ્વારા પોતાની ફેસબુક આઇડી માં અપલોડ કરી લખ્યું કે

” સુખપર સ્મશાનમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કારની કામગીરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો અને રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો ખૂબ જહેમત ઉઠાવી કરી રહ્યા છે. આ કપરી કામગીરી મેં જાતે નિહાળી.મે પણ એક મૃતદેહ ને અગ્નિદાહ આપી ધન્યતા અનુભવી.” જિલ્લા પ્રમુખ પારૂલબેનની આ પોસ્ટની સ્ક્રીન સોટ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ પોતાની ફેસબુકમાં અપલોડ કરી તેમણે આ નિવેદનની ટીકા કરતા આક્રોશમાં લખ્યું કે ” ખુબ ખુબ આભાર બેન તમે મૃતદેહને અગ્નિદાહ આપી ધન્યતા અનુભવી રહ્યા છો પણ અમે લાચારી અને દર્દ અનુભવી રહ્યા છીએ.

કચ્છીઓ કોરોના મહામારીમાં પોતાના સ્વજનો ખોઈ રહ્યા છે, આરોગ્ય ક્ષેત્રે અસુવિધા અનુભવી રહ્યા છે, આવા કપરા કાળ વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ સસ્તી પ્રસિદ્ધી માટે સ્મશાનમાં જઈ અને ફોટા ફેસબુક પર મુકી રહ્યા છે. તેમજ મૃતદેહને અગ્નિદાહ આપી ધન્યતા અનુભવી રહ્યા હોય તો તે બાબત ખૂબજ દૂ:ખદ કહેવાય. જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા આ મુદે કરેલ પોસ્ટથી કંઇક આ પ્રકારનું સંદેશ આપી રહ્યા હોવાનું લોકોમા ચર્ચાઇ રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.