એટ્રોસિટીના કેસોમાં પશ્ચિમ કચ્છ Dy SP આરોપીઓને છાવરતા હોવાનો આક્ષેપ : નારાણપર માયાભાઇ મહેશ્વરીને મરવા મજબુર કરનારની 18 દિવસ પછી પણ ધરપકડ નહીં

1,040

ભુજ : કચ્છ મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ નરેશ મહેશ્વરી દ્વારા SC, ST અત્યાચાર વિરોધ કાયદો એટ્રોસિટ એક્ટ હેઠળ નોંધાયેલ કેસોમાં પશ્ચિમ કચ્છ DY SP પંડ્યા આરોપીઓની ધરપકડ ન કરી છાવરી રહ્યાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે કચ્છ જિલ્લા ના ભુજ તાલુકા ના નારાણપર ગામ ના માયાભાઈ મહેશ્વરી ને મરવા મજબૂર કરનાર આરોપીઓ ની આજે 18 દિવસો પછી પણ ધરપકડ કરવામાં આવી નથી. એવા અનેક કેસોમાં ધરપકડ પર સ્ટે મળી શકે એના માટે સમય આપવામાં આવી રહ્યો છે. અને ખાસ કરી ST SC સેલ ના DY SP પંડ્યા જાતિવાદી વલણ આપનાવી અને ખુદ કચ્છના હોવા ના કારણે એટ્રોસિટી જેવી ગંભીર કેસો માં 90% કેશો માં ધરપકડ કરવાનો ટાળી ને આરોપીઓ ને હાઈકોર્ટે માંથી સ્ટે આસાની થી મળી શકે એવા હેતુ થી છુટ્ટો દોર આપવામાં આવી રહ્યો છે. આખરે આરોપીઓ ને હાઈકોર્ટે માંથી સ્ટે મળી જતો હોય છે. જેથી SC ST વિભાગના DY SP અનુસૂચિત અથવા અનુસૂચિત જન જાતિ ના અધિકારી હોવા જોઈએ અને બીજું કે એ પોતાના વતન માં એમની પોસ્ટિંગ ન હોવી જોઈએ જેથી કરી ને અનુસૂચિત જાતિ.જન જાતિ ના લોકો ને તાતક્લિક ન્યાય મળી શકે તથા આ જાતિવાદી માનસિકતા ધરાવનાર SC ST ના DY SP ને તાતક્લિક આ વિભાગ માંથી બદલી કરી અન્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

વિશેષમાં માયાભાઈ મહેશ્વરી ને મરવા મજબૂર કરનારા આરોપીઓની તાતક્લિક ધરપકડ કરવામાં આવે એવી રજુઆત નરેશ મહેશ્વરી સાથે માયાભાઈના પત્ની તેમજ પૂર્વ સરપંચ આતુભાઈ સહિતનાઓએ આજે પશ્ચિમ કચ્છ SP સૌરભશીંગ સાહેબ ને રૂબરૂ મળી કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.