મુફતીએ કચ્છના પુત્રની દફન વિધી માટે આવતા પરિવારના સભ્યો સાથે ગેરવર્તન કરી મોતનો મલાજો ન જાળવનાર જમાદારને સસ્પેન્ડ કરવા માંગ
ભુજ : મુસ્લિમ સમાજના સન્માનીય ધર્મગુરુ મુફતીએ કચ્છ સૈયદ હાજી અહેમદશા બાવા ના મોટા પુત્રનું અનવરશા સૈયદનું આજે અવસાન થયું છે. સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજ સહિત કચ્છના અન્ય સમાજોમાં પણ સન્માનીય એવા મુફતીએ કચ્છના પુત્રના અવસાનથી સમગ્ર કચ્છમાં ગહેરા શોકની લાગણી ફેલાઇ છે.
મુફતીએ કચ્છના પરિવાર દ્વારા કોવિડ ગાઇડ લાઇન મુજબ અંતિમ વિધી કરવાની હોઇ, કચ્છના મુસ્લિમોને અંતિમ વિધીમાં ન આવવા અપીલ કરી હતી. ફક્ત પરિવારના સભ્યો જ અંતિમ વિધી કરશે તેવું સોશ્યલ મિડીયા મારફતે જણાવેલ હતું. તે વચ્ચે અંતીમ ક્રીયા માટે તેમના નાના ભાઈ સૈયદ સુલતાનશા અને તેમની સાથે તેમના પરીવાર ના લેડીસ સભ્યો કોઠારા થી માડવી આવી રહ્યા હતા ત્યારે બાયઠ પોસ્ટ પાસે એક જમાદારે તેમને અટકાવી ગેર વર્તન કરેલ હોવાનું જાણવા મળેલ છે. મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ આ મુદે એસ.પી. પશ્ચિમ કચ્છને સંબોધી કરેલ રજૂઆતમાં જણાવયું કે ભાઇની અંતિમ વિધી માટે આવી રહેલ સુલતાનશા બાવા સાથે તેમના પરિવારની મહિલાઓ પણ સાથે હતી. આ જમાદારે તેઓને રોકી અને ગેર વર્તન કર્યું હતું. સુલતાનશા બાબાએ જાતે સમગ્ર બાબત સમાજાવી ગરે વર્તન ન કરવા વિનંતી કરી છતા પણ સુરાતન ચઢેલ કોમવાદી માનસીકતા ધરાવનાર આ જમાદારે મોતનો મલાજો પણ ન જાળવ્યો.
મુફતી સાહેબ અને તેમનો પરીવાર હમેશા કાયદા ને અને સરકારી આદેશ ને માન આપે છે અને તમામ સમુદાય ને પણ અમલ કરવા વિનંતી કરે છે. ત્યારે તેમના પરીવાર ના સભ્ય સામે ગેર વર્તન કરનારઆ જમાદાર વિરૂદ્ધ તપાસ કરી તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ અગ્રણીએ એસ.પી સમક્ષ કરી છે.