ભુજ તાલુકાની દિનારા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવારનુ ફોર્મ રદ
ભુજ : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમા ભાજપના જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ના ત્રણ બાળકો હોવા મુદે વિપક્ષના કોંગ્રેસે વાંધો લેતા ભાજપ ઉમેદવારનુ ફોર્મ રદ થયો છે.
ભુજ તાલુકાની દિનારા જિલ્લા પંચાયત બેઠક જે આ વખતે સામાન્ય સ્ત્રી અનામત છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી ગત ટર્મ જિલ્લા પંચાયત સદસ્ય રહેલા રસીદ સમાના પત્ની મરીયાબાઇ રસીદ સમાએ ઉમેદવારી નોંધાવી છે. તો ભાજપ તરફથી મરીયાબાઇ મામદ સમાએ ઉમેદવારી નોંધાવી છે. આજે ફોર્મ ચકાસણી વખતે વિપક્ષ દ્વારા ભાજપના ઉમેદવારના 2 થી વધુ બાળકો હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. ચૂંટણી અધિકારી દ્વારા વાંધા અરજી સાંભળી તલાટી દિનારા પાસેથી જન્મ મરણ ના અસલ રેકર્ડની ખરાઇ કરતા, ઉમેદવારના 2 થી વધુ બાળકો હોવાનો બહાર આવતા ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યો છે.
જો કે ભાજપના ઉમેદવાર મરીયાબાઇ મામદ સમા સાથે ભાજપના ડમી ઉમેદવાર તરિકે ફોર્મ ભરેલ તેની પુત્રી નિયામતબેન મામદ સમાનો ફોર્મ માન્ય રહેતા બેઠક બિનહરિફ થતા બચી ગયેલ છે. કોંગ્રેસને દિનારા બેઠક બિનહરિફ મળી નથી, પણ ભાજપના જિલ્લા પંચાયતના માન્ય ઉમેદવારનો ફોર્મ રદ થતા પચ્છમ વિસ્તારમા રાજકીય ગરમાવો આવ્યો છે.