સાડાઉથી શરુ થયેલું કોમી ઝેર સમગ્ર પૂર્વ કચ્છને લપેટમાં લે તે પહેલાં સામાજિક અગ્રણીઓની સતર્કતાએ શાંતિ સ્થાપી, પોલીસ પર ઢીલી નીતિનો આક્ષેપ
ભુજ: ગઈકાલે મુન્દ્રાના સાડાઉ અને પૂર્વ કચ્છના કિડાણા મધ્યે થયેલી કોમી અથડામણ માટે પોલીસ ટીમની ઢીલી નીતિ જવાબદાર હોવાનો સણસણતો આક્ષેપ કરીને સમગ્ર મામલે તપાસ કરીને કોમવાદી તત્વોને નશ્યત કરવાની મુસ્લિમ આગ્રણીએ માગણી કરી છે.
કચ્છના મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ પ્રેસયાદીમાં જણાવ્યું છે કે કચ્છ ની તમામ જનતા ને વિનંતી કે કચ્છ એ કૌમી એકતા અને ભાઈચારા નો જિલ્લો છે ગુજરાત મા ભુતકાળ મા અનેક બનાવો કોમી વૈમનસ્ય ના બનેલ છે જેમાં કચ્છ જીલ્લા ની કોમીએકતા ને આંચ નથી આવી. રામ મંદીર નો ચુકાદો આવેલ ત્યારે પણ કચ્છ મા શાંતી રહેલ છે. હમણાં અમુક ચોક્કસ કોમવાદી તત્વો ને કચ્છ ની કોમી એકતા અને ભાઈચારો આખમા કણાની જેમ ખુચે છે ખાસ કરી કીડાણા મા અગાઉ પણ નાના મોટા છમકલા બનેલ છે જે બાબત આજ ના કીડાણા ના બનાવ મા નીમીત બનેલ છે. અમુક તતવો એ મુસ્લિમ વિસ્તારમાં ભુતકાળ મા બનેલ બનાવ નો બદલો લેવાની ભાવના થી કીડાણા મા ચોક્કસ જગ્યા એ ઉશ્કેરણી જનક નારા લગાવી અશાંતિ સર્જવા માંહોલ બનાવેલ તેવી જ રીતે પશ્ચિમ કચ્છ મા મુન્દ્રા ના સાડાઉ ખાતે પણ રેલી મુસ્લિમ વિસ્તાર મા મસ્જિદ પાસે જઈ નમાજ ના સમયે ઉશકેરણી જનક નારા લગાવી સમગ્ર કચ્છ મા અશાંતિ નો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરેલ સમગ્ર બનાવ મા પોલીસ તંત્ર ની ઢીલી નીતી જવાબદાર છે. જો પોલીસ તંત્ર કડકાઈ થી કામ લે તો બનાવ અટકાવી શકાય એક ઓડીયો કલીપ જેમાં રથયાત્રા પર મુસ્લિમ સમાજે હુમલો કરેલ છે તેવી ખોટી ઓડીયો કલીપ થી અફવા ફેલાવી વાતાવરણ તંગ કરેલ તે ઓડીયો કલીપ ની તપાસ કરી જવાબદારો સામે કડક પગલા ભરવામા આવે સાથે સાથે હવે પછી ના રથયાત્રા ના રુટ પર પોલીસ તંત્ર ચાપતો બંદોબસ્ત રાખે રથયાત્રા જ્યાથી પસાર થાય ને મુસ્લિમ વિસ્તાર આવતો હોય તો તે રુટ નો વીડીયો રેકોર્ડીંગ કરવામાં આવે તથા મુસ્લિમ સમાજ ને પણ વિનંતી કે જયાથી રથયાત્રા નીકળે ત્યાં જવાબદાર ૫ થી ૧૦ આગેવાનો રથયાત્રા નું સ્વાગત કરી સદ્દભાવના બતાવે સાથે હીંદુ સમાજ ના આગેવાનો પણ પોતાના પક્ષ ના અમુક તત્વો જે અશાંતિ સર્જવા સતત પ્રયત્નશીલ છે તેવા તત્વો પર કડક લગામ લગાવે તે જરુરી છે. જો બન્ને પક્ષે થોડી સમજદારી વાપરી ને એકબીજાના પુરક બની સાથે ઊભા રહીશું તો પોલીસ તંત્ર નું કામ આસાન થશે અને સમાજ મા શાતી રહેશે સાથે સાથે જે તત્વોએ અશાંતિ સર્જવા કીડાણા ના બનાવ પછી અંતરજાલ ગામે દરગાહ અને મસ્જિદ પર હુમલો કરવા ભેગા થયા આદીપુર મસ્જિદ પાસે હુમલો કરવાની કોશિશ કરી આદીપુર ની મટન માર્કેટ મા આગજની ની કોશીશ કરેલ આ તમામ બનાવો મુસ્લિમ સમાજ ને ઉશ્કેરવા કરવામાં આવેલ છે. આવા તત્વો મુસ્લિમ સમાજ સામે નફરત મા એટલા આંધળા બની ગયા છે કે કીડાણા મા મુસ્લિમ રીક્ષા ચાલક પર થયેલ હુમલા મા રીક્ષા મા બેઠેલ હિંદુ પેસેન્જર ની મુસ્લિમ સમજી હત્યા કરી દેવાઈ તેટલો માર મારવામા આવેલ શું ધર્મ ના નામે આપણે આટલા અંધ બની ગયા છીએ કે આવનારી પેઢી આપણી આપણું યુવા વર્ગ હત્યારા બની જાય શું આ ધર્મ નો સંદેશ છે ??? સમાજ ના સારા સજ્જન બુધીજીવી વર્ગ ને વિચારવા જેવી બાબત છે હજી પણ સમય છે સાથે બેસી હિંદુ મુસ્લિમ બન્ને સમાજ ના આગેવાનો એ આ બાબતે વિચારવા નો સમય છે સારા સમાજ ની સ્થાપના કરવા હિંદુ મુસ્લિમ બન્ને સમાજ ને એકબીજા ની ભાવનાઓ ની કદર કરવી પડશે એકબીજા ના ધર્મ નો આદર સાથે બન્ને પક્ષ ના અસામાજીક તત્વો ને ખુલ્લા કરવા પડશે આવનારા સમય મા ધાર્મિક શોભાયાત્રા ની મંજુરી આપતા પહેલા વહીવટી તંત્ર રુટ ની વીગત પણ તપાસ કરે કે ક્યાંક ધાર્મિક ઓથા હેઠળ અશાંતિ સર્જવા માટે પ્રયાસ નથી કરતા ને ??? ૨૦ તારીખે મંગળવારે રથયાત્રા ખારીરોહર પણ જશે જયા ૯૯.૯૯ % વસ્તી મુસ્લિમ સમાજ ની છે. રથયાત્રા પરમીશન સાથે ગમે તે રુટ થી નીકળે તેમાં વાંધો નથી પણ જયા આવા ખારીરોહર જેવા પોઇંટ પર ચાંપતો બંદોબસ્ત રાખી વહીવટી તંત્ર આગોતરા પગલા ભરે તે જરુરી છે.
આજ સમય આવ્યો છે કે હિંદુ મુસ્લિમ સાથે મળી ભગવાન રામ ના સામાજિક ન્યાય નું અને ખ્વાઝા ગરીબ નવાઝ ના મોહબ્બત નું શ્રી ક્રૃષ્ણ ની બંસરી ના પ્યાર નું ભારત બનાવીએ એજ અપીલ સાથે આવનારા સમય મા ચુટણીઓ આવી રહી છે ને નિષ્ફળતાઓ ઢાંકવા આવા બનાવો ને અમુક પક્ષ પડદા પાછળ ભુંડી ભુમીકા ભજવશે આ તમામ બાબતો ને ધ્યાને લઈ જો પોલીસ ધારે તો તમામ બનાવો ને અટકાવી શકે માટે પોલીસ તંત્ર કોઈ ની શેહ શરમ મા આવ્યા વગર કામ કરે તથા સામાજિક આગેવાનો પણ પોતાની ફરજ અદા કરે તેવી અપીલ કરી છે.