કોંગ્રેસી અગ્રણીઓના રાજીનામા બાદ નખત્રાણા તાલુકા પંચાયત વિપક્ષના પૂર્વ ઉપનેતા સસ્પેન્ડ : અબડાસા તાલુકાના નવા પ્રમુખની વરણી

1,674

ભુજ : ગઇ કાલે અબડાસા અને લખપત તાલુકાના કોંગ્રેસી અગ્રણીઓએ રાજીનામું આપ્યુ હતુ. ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નખત્રાણા તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ સભ્ય, વિપક્ષના પૂર્વ ઉપનેતા આદમ લાંગાયને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારને ખુલ્લે આમ સમર્થન કરી પક્ષ વિરોધી કાર્ય કર્યું હોવાના કારણે તેઓને 6 વર્ષ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સસ્પેન્ડ કરેલ છે.

ગઇ કાલે અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરાએ પાર્ટી સામે નારાજગી દર્શાવી રાજીનામું આપ્યુ હતુ. જેથી આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અજીતસિંહ મોકાજી જાડેજાની અબડાસા તાલુકા કોંગ્રેસના નવા પ્રમુખ તરિકે વરણી કરી છે.

અબડાસા-લખપત કોંગ્રેસ અગ્રણીઓ ના રાજીનામા બાદ આજે નખત્રાણાના કોંગ્રેસી અગ્રણીને સસ્પેન્ડ કરી, તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની તાત્કાલીક વરણી જેવા નિર્ણય સાથે કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવતા કચ્છ કોંગ્રેસમાં આવનારા સમયમાં મોટા ફેરફારોની શક્યતા દેખાઇ રહી છે.

સાથે-સાથે અબડાસા, લખપત અને નખત્રાણામાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવાજુની થવાના એંધાણ દેખાઇ રહ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.