અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીની અદાવતમાં પત્રકારને જાનથી મારવાની ધમકી : ફરિયાદ દાખલ
નખત્રાણા : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં અન્ય પક્ષને સાથ આપવા મુદે આજે નખત્રાણા પત્રકારની ઓફીસે 7-8 જણાએ ધક-બુશટ કરી જાનથી મારવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી વિગતો મુજબ નવુભા સવાઇસિંહ સોઢા રહે. મણીનગર, નખત્રાણા જે ફ્રીલાનસ જર્નાલીસ્ટ છે. જાયન્ટસ ગૃપના પ્રમુખ પણ છે. તેઓની નખત્રાણા ખાતે આવેલ ઓફીસે રૂપસંગજી જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજા બીબર તા. નખત્રાણા વાળા સાથે અન્ય અજાણ્યા શખ્સો સહિત 7-8 જણા જઇ અને ધક બુશટ કરી ધમકી આપી હતી. આરોપીઓએ નવુભા વરંવાર તેમના વિરૂદ્ધ લખતા હોઇ અને વિધાનસભા પેટા ચૂંટણીમાં તેઓની વિરૂદ્ધ કામ કર્યું હોવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રૂપસંગજી જાડેજાએ તમંચો બતાડયો હતો તો નરેન્દ્રસિંહ જાડેજાએ છરી બતાડી હોવાનો આક્ષેપ પણ ફરિયાદીએ કર્યો છે. આ સમગ્ર મામલે નવુભા સોઢા દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશન મધ્યે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદને લઇ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ચુંટણીના દિવસે પણ વેડહાર ખામે પોલીંગ બુથ પર માથાકૂટ થઇ હોવાનુ બહાર આવ્યુ હતુ. ચૂંટણી મનદૂખ રાખી અબડાસા મત વિસ્તારમાં ભૂતકાળમાં અનેક મારા-મારી અને હત્યા જેવા બનાવો બન્યા છે. ત્યારે આ બનાવને પોલીસે ગંભીરતાથી લેવો જરૂરી છે.