હાજીપીર રોડનું કામ ઝડપી પુર્ણ કરી, બાકી રહેલ 16 કી.મી. રોડ તત્કાલ મંજુર કરો : હનીફ પડેયાર
ભુજ : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષ તરિકે ચુંટણી લડી 26 હજાર જેટલા મતો મેળવનાર આખિલ કચ્છ મીયાણા ગરાસીયા સમાજના પ્રમુખ હનીફ પડેયાર દ્વારા હાજીપીર રોડ અંગે રજૂઆત કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના મંત્રી નિતિન પટેલને કરેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે કોમી એકતાના પ્રતિક હાજીપીરની દરગાહ તરફ જતો 16 કી.મી. રસ્તો મંજુર કરવામાં આવ્યો છે. આ રોડ બનાવવાની સમય મર્યાદા 14 માસ અપાઇ હતી. રોડનું કામ શરુ થયું તેને 18 માસ થયા છતાં રોડ એ જ પરિસ્થિતિમાં છે. કોન્ટ્રાક્ટર દ્વારા ફક્ત 25% કામ કરી કામ બંદ કરી દેવાયો છે. આ રોડનું કામ તત્કાલ અસરથી પૂર્ણ કરવામાં આવે તેવી પ્રજાની માંગ છે. તે સિવાય અન્ય 16 કી.મી. રોડ માટેની દરખાસ્ત પણ કરી દેવાઇ છે. આ દરખાસ્તને ધ્યાને લઇ બાકી રહેતા 16 કી.મી. રોડના જોબ નંબર ફાળવી તેને મંજૂર કરવા માંગ કરાઇ છે.
વધુમાં હનીફ પડેયારે જણાવ્યું કે અબડાસાની ચૂંટણીમાં અપક્ષ લડ્યા અને પ્રજાએ તેમને મોટા પ્રમાણમાં સમર્થન આપ્યુ છે. આ વિસ્તારની પ્રજાની લાગણી છે કે તત્કાલ અસરથી આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે અને બાકી રહેતા 16 કી.મી. રોડ મંજુર કરી બનાવવામાં આવે જેથી આ વિસ્તારની પ્રજા પડતી હાલાકીથી મુક્તિ થાય.