યુપીમાં પ્રિયંકા અને રાહૂલ ગાંધીની ધરપકડના વિરોધમાં કચ્છમાં યુપી CM ના પોસ્ટરો સળગાવી પ્રદર્શન
ભુજ : 14-15 દિવસ અગાઉ ઉતરપ્રદેશ હાથરસમાં અનુસુચિત જાતીની યુવતી પર રેપ ગુજારી તેની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇ આજે કોંગ્રેસના રાહૂલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યુપી ખાતે પીડીત પરિવારની મુલાકાતે ગયેલ ત્યાં તેઓની ધરપકડ કરવામાં આવી જેના પડઘા સમગ્ર દેશ સહિત કચ્છમાં પણ પડ્યા છે.
યુપી હાથરસમાં દલિત યુવતી પર નરાધમો દ્વારા બળાત્કાર ગુજારી તેની બર્બરતા પૂર્વક હત્યા કરી દેવાઇ છે. છેલ્લા થોડા દિવસોથી આ પીડાતા સારવાર હેઠળ હતી. ગઇ કાલે આ પડિતાનુ મૃત્યુ થતા મામલો વધુ ગયમાયો હતો. પીડિતાની અંતિમ વિધી કરવા પણ તેમના પરિવારને મૃતદેહ સોંપાયું ન હતુ. આ ઘટનાના કારણે ઉતરપ્રદેશ યોગી સરકાર અને તેના પ્રશાસન અને પોલીસ પર આરોપીઓને બચાવવા તેમજ કેસને નબળો પાડવાના ગંભીર આક્ષેપો સાથે સમગ્ર દેશમાં દલિત સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહૂલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ તેમજ યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવા યુપી પહોંચ્યા હતા. જો કે ત્યા યુપી પોલીસે ધારા 144 નો હવાલો આપી મળવાની મંજુરી ન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ મામલો બીચકતા પોલીસે રાહૂલ અને પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી હતી. આ ધરપકડના વિરોધમાં આજે સમગ્ર દેશ સાથે ગુજરાત રાજયમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. કચ્છ જિલ્લામાં પણ આ મુદે વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
કાયદો વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ નીવડેલી યુપીની યોગી સરકારે મૃતક પીડિતાને ન્યાય મળે તે હેતુ ગયેલ કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસ કાર્યકરો પર પોલીસ દમન કરી રોકવામાં આવ્યા જે વાતને જિલ્લા કોંગ્રેસ દ્વારા વખોડવામાં આવી હતી. ભુજમાં જયુબીલી ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નો પોસ્ટર સળગાવી વિરીધ વ્યકત કર્યો હતો. આ વિરોધથી વાતાવરણ તંગ બનતા પોલીસે કોંગ્રેસના રવીન્દ્ર ત્રવાડી, રફીક મારા, દીપક ડાંગર, ઇલીયાસ ઘાંચી, રામદેવસિંહ જાડેજા, હાસમ સમા, અંજલી ગોર, રજાક ચાકી, ધીરજ રૂપાણી, આકીબ સમા, સતાર મોખા, સહેજાદ સમા, ઇમરાન બ્રેર, વસીમ સમા, અકીલ મેમણ, શબ્બીર નોડે, કીશન પટ્ટણી સહિત 16 જેટલા આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરી હતી.