બહુજન મુક્તી પાર્ટીના ઉમેદવારે સ્વ. દેવજીભાઇ મહેશ્વરીની સમાધી પરથી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો
ભુજ : અબડાસા ચૂંટણી પ્રચાર વેગવંતુ બન્યુ છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીને વિજય રૂપાણીએ નલિયામાં સભા કરી હતી. હાર્દિક પટેલની નખત્રાણા સભા છે. તે વચ્ચે બહુજન મુક્તી પાર્ટીના ઉમેદવાર યાકુબ મુતવાએ રાપર ખાતે જેમની હત્યા કરવામાં આવી તેવા દલિત એકટીવીસ્ટ અને વકીલ સ્વ. દેવજીભાઇ મહેશ્વરીની સમાધી પરથી પ્રચાર શરૂ કર્યું છે.
ઉમેદવાર યાકુબ મુતવા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપ કોંગ્રેસ ના ઉમેદવારો ધર્મ સ્થળો નું સહારો લઇ ધર્મ કાર્ડ રમી, અબડાસા ની જનતાની લાગણી સાથે ખીલવાડ કરી રહ્યા છે. અમે દેવજી ભાઈ મહેશ્વરી ની સમાધિ ઉપર જઇ અને સમાજને સંદેશ આપવા માંગીએ છે કે અમે પીડિત પરિવાર સાથે છીએ. દેવજીભાઈ જેવા એકટીવીસ્ટની હત્યા એ લોકતંત્રની હત્યા છે. અમારું ઉદેશ છે કે અમે ધર્મ કાર્ડ રમવા કરતા લોકોના મૂળ પ્રશ્નો સુધી પોહચવાની કોશિશ કરી અને લોકો ના પ્રશ્નોનું સમાધાન કરી શકીએ તેવા આમારા પ્રયાસો રહેશે. ભાજપ કોંગ્રેસ અબડાસા ની જનતાની લાગણી સાથે ખેલી રહી છે. તેઓએ જણાવ્યું કે અમે બધા ધર્મ નું સન્માન કરીયે છીએ. પણ ચૂંટણી ધર્મના આધારે નહીં બલ્કે લોકોના પ્રશ્નો ઉપર લડવી આમારો ઉદેશ્ય છે. SC, ST, OBC અને માઈનોરેટી ના લોકો સાથે સતત થતું અન્યાય NRC, CAA કશ્મીર મુદા ઉપર કોણ ચૂપ હતું અને કોણ કાનૂન લઇ આવ્યો છે જે અબડાસાની જનતા સારીરીતે જાણે છે.
વધુમાં બંને મુખ્ય પાર્ટીઓ પર નિશાન સાધતા તેઓએ જણાવ્યું કે બીજેપી મુસ્લિમ વિરોધી છે અને કોંગ્રેસ મુસ્લિમોનું ઉપયોગ કરે છે એમાં કોઇ શંકા ને સ્થાન નથી. પણ અમે લોકોના પ્રશ્નોને અગ્રતા આપી, પછાત વર્ગના લોકોના પ્રશ્નોનો નિરાકરણ આવે અને ન્યાય મળે તે મુદાને અગ્રતા આપશું તેવું યાકુબ મુતવાએ પ્રચાર શરૂ કરતી સમયે જણાવ્યું હતું.