અબડાસા મે “યે ક્યા હો રહા હૈ” : એક અપક્ષ 3 વાગે તો બીજો અપક્ષ 4 વાગે જાહેર કરે છે કે મે કોઈને ટેકો નથી આપ્યો
ભુજ : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારની છેલ્લી ઘડીઓ ચાલી રહી છે. આ છેલ્લી ઘડીઓમાં રાજકીય દાવપેચ તેજ થયા છે. આજે બંન્ને મુસ્લિમ અપક્ષોના ટેકાની વાતો વહેતી થઇ છે.
અબડાસા વિધાનસભા બેઠક પર અપક્ષ ઉભેલા ઇબ્રાહિમ હાલેપોત્રાએ અન્ય અપક્ષને ટેકો કરવાની વાતો ફરતી થઇ હતી. તો અન્ય અપક્ષ હનીફ બાવા પઢીયારે કોંગ્રેસને ટેકો આપ્યો હોવાની વાતો રાજકીય આલમમાં વહેતી થઇ છે. જોવાની વાત એ છે કે બપોરે 3 વાગ્યે ઇબ્રાહિમ હાલેપોત્રાએ ખુલાસો આપ્યો કે હું છેલ્લે સુધી લડીશ, મે કોઈને ટેકો નથી આપ્યો. કોઈને બીક લાગતી હોય તો મને આવીને ટેકો આપી દે. હૂં કોઈને ટેકો આપીશ નહીં. તો તેના બરોબર એક કલાક પછી 4 વાગ્યે એક મીડિયા માધ્યમને ઇન્ટરવ્યુ આપતા હનીફ બાવાએ પણ ખુલ્લાસો કર્યો કે મેં કોંગ્રેસને ટેકો કર્યો હોવાની અફવા ફેલાઇ છે. હમણા 4 વાગ્યા છે અને મે હમણા સુધી કોઈને ટેકો આપ્યો નથી. મારા વિરૂદ્ધ આ ભ્રામક પ્રચાર થઇ રહ્યો છે. ત્યારે વિચારણા જેવી વસ્તુ છે કે અપક્ષોને હજી પણ કોઈ ટેકો આપવા મનાવી રહ્યા છે ? બંને ઉમેદવારોના જણવ્યા મુજબ આ ભ્રામક પ્રચાર છે. આ મુજબ વિચારીએ તો બની શકે આ આખો મુદો પણ ભ્રામક હોય.
ખૈર હવે મુદો સાચો છે કે ભ્રામક સમય આવ્યે પાધરૂં થઇ જશે, બની શકે છે પાધરૂં ન પણ થાય, ઘરની ઘરમાં રહી જાય, રાજકારણમાં બધું શક્ય છે. પણ હાલ આ ટેકા-ટેકાની રમતમાં અબડાસામાં રાજકીય ગરમાવો આવી ગયો છે.