પ્રદ્યુમનસિંહ ભાજપના જ હતા અને પોતાના ઘરે પાછા ફર્યા : CM રૂપાણી
ભુજ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નલિયા જંગલેશ્વર મેદાન ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનોની ઉપસ્થિતિમાં ચૂટણી પ્રચારનું આરંભ કર્યું હતુ. નલિયાની જાહેરસભાને સંબોધી તેઓએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
નલિયા ખાતે સભામાં મુખ્યમંત્રીએ સંબોધનમાં જણાવ્યું કે અબડાસાની ધરતી પરથી ચૂંટણી પ્રચાર આરંભ કરી રહ્યો છું. ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને ભુખમરી ખતમ થઇ રહી છે, તેમ કોરોના પણ ખતમ થાય તેવી માં આશાપુરાને પ્રાર્થના કરી હતી. આ ચૂંટણીમાં આશુરી શક્તિ સામે દૈવીય શક્તિના વીજય સાથે સત્યનો વિજય થાય તેવી પ્રાર્થના કરી હતી. કચ્છીમાં તેઓએ “અબડા અડભંગ જી ભૂમી તે આંજો સ્વાગત આય પ્રદ્યુમનસિંહ કે મત ડઇ ખટાઇ જા” એવું સંબોધન કરી ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા જણાવ્યું હતું. પ્રદ્યુમનસિંહ જાડેજાને ઓલીયા ફકીર સાથે સરખાવ્યો હતો. તેઓએ જણાવ્યું કે પ્રદ્યુમનસિંહ ભાજપના જ હતા અને પોતાના ઘરે પાછા ફર્યા છે. કોંગ્રેસ વાળા પક્ષ પલ્ટાની વાતો કરે છે ત્યારે તેમને કહું છું કે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા ત્યારે કેમ પ્રદ્યુમનસિંહ સારા લાગતા હતા ? તેઓએ જણાવ્યું કે કોંગ્રેસ ખતમ થઇ રહી છે. કોંગ્રેસની નિતીઓના કારણે તેના સંનિષ્ઠ આગેવાન ભાજપમાં જોડાઇ રહયા છે જેનો દાખલો જયોતિરાદીત્ય સીંધીયા છે. કોંગ્રેસના અત્યાર સુધી 70 ટુકડા થયા છે. રાહુલ ગાંધી અને દીગ્ગજ નેતાઓ વિરોધમાં છે. કોંગ્રેસમાં કાલ શું થાય તે નકકી નથી. ભાજપ સરકારે નવી-નવી યોજના દ્વારા લોક ઉપયોગી કાર્યો કર્યા હોવાનું તેઓએ જણાવ્યું હતુ. હાલમાં ગુન્ડાઓ વિરૂદ્ધ કાયદાઓ બનાવ્યા, મહિલા સુરક્ષા મુદે અનેક નિર્ણયો લીધા જેના કારણે ગુનાખોરી ઓછી થઇ હોવાનું તેઓએ જણાવ્યું હતું. કચ્છમાં દુષ્કાળમાં સરકારે કામગીરી કરી દુષ્કાળની ખબર પડવા પણ ન દીધી અને સરકારે આ મુંગા પશુઓના આશીર્વાદ લેવા કર્યું ન ક હે મતોનું રાજ કારણ કરવા. પ્રદ્યુમનસિંહ ફક્ત પ્રજાના કામ માટે વિધાનસભામાં આવતા અને કહેતા કે મારી પ્રજાનું કામ થાય ત્યારે સરકાર તેમની ઇચ્છા કરતા સવાયું કામ કરશે તેવી ખાતરી આપી હતી. કિશાનો માટે કોંગ્રેસને બોલવાનો કોઈ અધિકાર ન હોવાનું જણાવ્યું હતું. કારણ કે નર્મદાના નીર કોંગ્રેસ દ્વારા અટકાવાયા હતા. નરેન્દ્રભાઇ મોદીએ ઉપવાસ કરી કોરોનાના નીર લઇ આવ્યા.
કોંગ્રેસના દિવસો પુરા થયા હવે મુસ્લિમો પણ કોંગ્રેસ ભેગા નથી તે બતાડી દેવાનો છે. રાજ્ય સરકાર ગાંધી અને સરકારનું સલામતીનું ગુજરાત બનાવવા કડક કાયદાઓ લાવી છે. હવે આ કચ્છ ઇભલા શેઠનું નહી પણ ગાંધી સરકારનું કચ્છ બનાવવું છે તેવું પોતાના પ્રવચનના અંતે જણાવ્યું હતું.