અબડાસામાં ઓવેસીની પાર્ટી AIMIM ની ચૂંટણી લડવાની અફવા પર પૂર્ણ વિરામ
ભુજ : ગુજરાતની 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતા સાથે જ રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ થઇ ગયું છે. ખાસ કરી અબડાસામાં ઓવૈસીની પાર્ટી AIMIM ચૂંટણી લડશે તેવા દાવાથી કચ્છમાં રાજકારણ ગરમાયું હતું. પણ હવે આ વાત પર પૂર્ણ વિરામ આવી ગયો છે.
અબડાસા વિધાનસભા સીટ પર હૈદ્રાબાદ સ્થિત ઓલ ઇન્ડીયા મજલીસે ઇતેહાદૂલ મુસ્લિમીન AIMIM પાર્ટી માંથી ચૂંટણી લડવાનો ઇબ્રાહીમ હાલેપોત્રાએ દાવો કર્યો હતો. જો કે લોકોમાં શરૂઆત થી જ આ મુદે મુંઝવણ હતી કે ખરેખર AIMIM પાર્ટી પેટા ચૂંટણીમાં આવશે ? જો કે હવે આ દાવો ખોટો સાબિત થયો છે. હિન્દુસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના પ્રમુખ કચ્છના યુવા અગ્રણી હમીદ અહેમદ ભટ્ટી એ આ બાબતે હૈદરાબાદ આસદુદીન ઓવેસીને રૂબરૂ મળી અને કચ્છના અગ્રીમ અખબારને આ મુદે ઓવેસી સાથે ફોન પર વાત કરાવતા ખુલાસો થયો છે. જેમાં AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદીન ઓવેસીએ ગુજરાત અથવા કચ્છ માં હાલ તેમની પાર્ટીની ચૂંટણી લડવાની કોઈ ગણીત ન હોવાનું જણાવ્યું છે. તેઓએ જણાવ્યું કે મારી પાર્ટીનું ગુજરાતમાં હાલ કોઈ સંગઠન બન્યુ નથી અને ગુજરાતની 8 સીટોની પેટા ચૂંટણીમાં તેમની પાર્ટી ની લડવાની કોઈ ગણતરી નથી. હાલ આ બાબતે કચ્છમાં તેઓની કોઈ સાથે ચર્ચા પણ ન થઇ હોવાનુ જણાવ્યું છે. જેથી આ વાત માત્ર અફવા સાબિત થઇ છે.
છેલ્લા કેટલાક દિવસથી કચ્છમાં AIMIM પાર્ટી ચૂંટણી લડશે તેવો દાવો કરવામાં આવી રહ્યો હતો.જો કે ખૂદ ઓવેસીના ખુલાસા પછી આ દાવો હવે આફવા સાબીત થયો છે. ઘણા દિવસોથી ચાલી રહેલ આ અફવા પર પૂર્ણ વિરામ મુકાયો છે.