નેત્રાના ગ્રામજનોની લડત સામે તંત્ર ઝુક્યુ : રવાપરના તબીબને નેત્રા મોકલવા નિર્ણય

305

નખત્રાણા : તાલુકાના નેત્રા ગામે દવાખાનામાં ડૉકટર અને સટાફની ઘટ તથા પશુ ડોકટર પણ ન હોતા ગ્રામજનો દ્વારા લડત ચલાવવામાં આવી હતી. આ લડતમાં અંતે ગ્રામજનો સામે તંત્રએ ઝુકવું પડયું છે.

ઘણા સમયથી પશુ ડોકટર અને MBBS ડોક્ટરની જગ્યા ખાલી હોવાની તંત્રએ ગ્રામજનોની રજૂઆત ધ્યાને ન લેતા છેલ્લા ત્રણ દિવસથી ગ્રામજનો દ્વારા નેત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પશુ દવાખાનાને તાળા બંધી કરી દેવાઇ હતી. ગ્રામજનો દ્વારા અપાયેલ તાળા તોડી નખાતા, ગ્રામજનોએ તંત્ર સામે ઉગ્ર દેખાવ કરી ફરી તાળા માર્યા હતા. જયાં સુધી માંગ ન સ્વીકારાય ત્યા સુધી તાળા ન ખોલવા ગ્રામજનોએ નક્કી કર્યુ હતું.  તંત્ર અને ગ્રામજનો વચ્ચેના ત્રણ દિવસના સંઘર્ષ બાદ અંતે તાલુકા હેલ્થ ઓફીસરે ગ્રામજનોની મુલાકાત લઇ તમામ માંગ પુરી કરવાની ખાતરી આપતા લડત પુર્ણ કરવામાં આવી હતી. હાલ આચારસંહિતા હોવાથી ચૂંટણી પછી તમામ જગ્યાઓ ભરવામાં આવશે તેવું તંત્રએ આશ્વાસન આપ્યું છે. હમણા રવાપરમાં ફરજ બજાવતા ડો. નેહા યાદવની નેત્રા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફુલ ટાઇમ માટે પ્રતિનિયુક્તિ કરવામાં આવી છે.

આમ નેત્રા ગામના આરોગ્ય કેન્દ્ર અને પશુ દવાખાનામાં ખાલી પડેલી જગ્યા પર ડોકટર અને સ્ટાફ ભરતી ચૂંટણી બાદ કરવાની આરોગ્ય તંત્રએ ખાતરી આપતા ગ્રામજનોના સંઘર્ષ અને લડતની જીત થઈ છે.

Get real time updates directly on you device, subscribe now.