શિક્ષણ મંત્રીની GMDC કોલેજની સૈદ્ધાંતિક મંજુરીની જાહેરાત ચૂંટણી લક્ષી લોલીપોપ : દિપક ડાંગર
ભુજ : હાલ અબડાસા ચૂંટણી પ્રચાર પુરજોશમાં છે. નેતાઓ દ્વારા અનેક વાયદાઓ અને અનેક જાહેરાતો છે કરવામાં આવે છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આવી જ એક GMDC કોલેજની જાહેરાત પર પ્રશ્નો ઉભા થયા છે.
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને કચ્છ યુનિવર્સિટી પૂર્વ સેનેટ દિપક ડાંગર દ્વારા આ અંગે સવાલો ઉભા કર્યા છે. “વોઈસ ઓફ કચ્છ” સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હમણા GMDC કોલેજની સૈદ્ધાંતિક મંજુરીની વાત કરે છે. આ જ પ્રકારે 3 વર્ષ અગાઉ વર્ષ 2017 માં કચ્છ યુનિવર્સિટીના સટાફ ભરતીની મંજુરી આપવામાં આવી હતી. આ ભરતીનું હાલ ત્રણ વર્ષ બાદ પણ કાંઇ થયું નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે જે કચ્છ યુનિવર્સિટીની સટાફ ભર્તીમાં થયું, તેવુંજ આ GMDC કોલેજનું થશે કે શું ? આ બાબત પ્રજાને ગેરમાર્ગે દોરવા સમાન છે. ચૂંટણી વખતે ભાજપના નેતાઓ દ્વારા મતો મેળવવા આવી ભ્રામક જાહેરાતો કરાય છે. જો ખરેખર સાચા અર્થમાં કામ કરવું જ હોય તો વિદ્યાર્થીઓના ભલા માટે GMDC કોલેજને ગ્રાન્ટેડ જાહેર કરવી જોઇએ. પરંતું ભાજપ નેતાઓને ફકત ચૂંટણી લક્ષી લીલીપોપ આપી, પ્રજાને ગેરમાર્ગે દોરી મતો જ લેવા છે.
હવે અબડાસા વિધાનસભા મત વિસ્તારના ત્રણેય તાલુકાની જનતાએ આવા લોકોને પારખી લીધા છે. અબડાસા, લખપત અને નખત્રાણા આ ત્રણેય તાલુકાનો પ્રજા ચૂંટણીમાં આવા ખોટા, ભ્રામક વાયદાઓ કરનાર નેતાઓને જાકારો આપી કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરી જવાબ આપશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ દિપક ડાંગરે જણાવ્યું હતું.