ભાજપ પ્રદેશ પ્રમુખે નખત્રાણા કાર્યકરોને સંબોધી, પ્રદ્યુમનસિંહ જાડેજાને વધુમાં વધુ મતોની સરસાઇથી જીતાડવા હાકલ કરી
ભુજ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે કચ્છમાં નખત્રાણા મુલાકાત લીધી હતી. કાર્યકરોને મળી અને પતોનો વકતવ્ય આપ્યું હતું. યુવા ભાજપના કાર્યકરોએ કચ્છમાં જેની ખેતી થાય છે તેવા ડ્રેગન ફ્રૂડથી તેમનું વજન કર્યું હતું.
ત્યાર બાદ નખત્રાણાના ઉમા વિદ્યાલયના હોલમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભાને સફળ બનાવવા બદલ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. ભાજપના કાર્યકરોએ બનાવેલ પેજ સમિતિ થકી તેઓ હાઇએસ્ટ લીડ સાથે સાંસદની ચૂંટણી જીત્યા હોવાનું પણ જણાવ્યું હતું. 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં સૌ પ્રથમ પેજ સમિતિ અબડાસા ભાજપ કાર્યકરોએ બનાવી છે. આ પેજ સમિતિના કાર્યકરો ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 50 હજાર મતે જીતાડવા જણાવ્યું હતું. ભાજપનો નાનામાં નાનો કાર્યકર સમાન મહત્વ ધરાવે છે. પેજ સમિતિના કાર્યકરો ભાજપની જીતની લીડ વધારે છે. આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજર રહી પોતાના ફોટા નમો એપ અને પેજ ગૃપમાં અપલોડ કરવા જણાવ્યું હતુ. સરકારે સૌથી વધુ કામ કચ્છમાં કર્યો હોવાનો તેઓએ દાવો કર્યો હતો. ભૂંકપ બાદ કચ્છી લોકોની મહેનતથી અને નરેન્દ્ર મોદી સરકારમાં આવ્યા તેના દ્વારા કચ્છ હતું તેનાથી પણ સારૂં ઉભું કર્યું છે. અબડાસા વિસ્તારના કામ માટે ધારાસભ્ય તરિકે પ્રદ્યુમનસિંહ જાડેજાને ફરીથી ચૂંટી વિધાનસભામાં મોકલવા અપીલ કરી હતી. કારણ કે પ્રદ્યુમનસિંહ કોંગ્રેસમાં કામ ન થતા હોવાથી અબડાસાના વિકાસ માટે પોતાના પદ પરથી અને કોંગ્રેસ માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયાં છે. ભાજપ સરકાર કીશાનો માટે તેમજ આત્મનિર્ભર યોજના જેવી અનેક સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી, વધુમાં વધુ લોકો લાભ લે તેવું કરવા કાર્યકરોને જણાવ્યું હતું.
આજની સમગ્ર મીટીંગમાં ભાજપના અબડાસા વિધાનસભાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 8 વિધાનસભા બેઠકો માંથી વધુમાં વધું લીડથી અબડાસા બેઠક ભાજપ જીતશે તેવો કાર્યકરો સમક્ષ વિશ્વાસ વ્યકત કર્યો હતો.