રાજ્ય સરકારનો લોક ડાઉન કરવા ઇનકાર : તારાચંદ છેડાની કચ્છમાં લોક ડાઉનની માંગ
ભુજ : આજે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં લોક ડાઉન ફક્ત અફવા હોવાનો ખુલ્લાસો કર્યો છે. ગુજરાતમાં લોક ડાઉન કરવાની સરકારની કોઇ ગણતરી ન હોવાનું જણાવ્યું છે. તેના વચ્ચે આજે પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાએ મુખ્યમંત્રીને પત્ર લખી કચ્છમાં લોક ડાઉનની માંગ કરી છે.
હાલ થોડા સમયથી ગુજરાતમાં ફરી લોક ડાઉન થવાની અફવાએ જોર પકડ્યો હતો. આ તમામ અફવા પર આજે રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ વિરામ મુકી અને ગુજરાતમાં હવે કોઇ લોક ડાઉન થશે નહીં તેવી સ્પષ્ટતા કરી છે. તેના વચ્ચે આજે પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાએ કચ્છમાં લોક ડાઉનની માંગ કરતો પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને સંબોધી લખેલા પત્રમાં શ્રી છેડાએ જણાવ્યું છે કે કચ્છમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. જેથી હાલના સંજોગોમાં શનિ-રવિ બે દિવસ લોક ડાઉન અને તે સિવાય દિવસોમાં સાંજે 7 થી સવારે 7 સુધી કરફ્યુની માંગ કરી છે. કચ્છમાં સારા વરસાદના કારણે તળાવો ડેમો ભરાઇ ગયા છે. જેથી રજાના દિવસમાં લોકો નિયમોને નેવે મુકી ફરવા નીકળી પડે છે. સામાન્ય દિવસોમાં પણ લોકો માસ્ક પહેર્યા વગર નીયમો વિરૂદ્ધ ફરી રહ્યા હોવાના કારણે સંક્રમણ ઘાતક થતો જાય છે. આ સંક્રમણ હમણા અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોરોનાની સ્થિતી કાબુ કરવી મુશ્કેલ બનશે તેવી ચીંતા વ્યક્ત કરી છે.
જો કે લોક ડાઉન મુદે આજે જ રાજ્ય સરકારે ખુલાસો કરી જણાવ્યું છે કે ગુજરાતનો જન જીવન થાડે પડી ગયું છે જેથી હવે ગુજરાતમાં લોક ડાઉન થશે નહી. જોકે તારાચંદ છેડાએ કચ્છમાં રજાના દિવસોમાં સંપૂર્ણ તેમજ સામાન્ય દિવસોમાં આંશિક લોક ડાઉનની માંગ કરી છે.