રાજ્ય સરકારનો મહત્વ નો નિર્ણય : મુન્દ્રા-બારોઇ બંને પંચાયતો ને જોડી બનશે કચ્છનો સાતમો નગર
ભુજ : રાજ્યના મુખ્યમંત્રી વીજય રૂપાણી દ્વારા કચ્છના સંદર્ભે ખૂબજ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કચ્છમાં મુન્દ્રા અને બારોઇ બંને પંચાયતોને ભેગી કરી નગરપાલીકાની જાહેરાત કરાઇ છે.
ઘણા સમયથી મુન્દ્રા ને નગરપાલીકાનો દરજ્જો આપવાની માંગ થઇ રહી છે. ત્યારે આજે રાજય સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદે સતાવાર જાહેરાત કરી છે. મુન્દ્રા અને બારોઈ આ બંને ગ્રામ પંચાયતોને સંયુક્ત નગરપાલિકા બનાવવાની આજે જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કચ્છની આ સાતમી નગરપાલિકા હશે. મુન્દ્રા 35 હજાર અને બારોઇની 25 હજાર એમ કુલ્લ 60 હજાર વસ્તી કચ્છની સાતમી નગરપાલીકામાં સમાવેશ કરાયો છે. 60 હજાર જેટલા લોકોને પ્રાથમિક સુવિધા એટલે કે રોડ, ગટર, પાણી, લાઇટ વગેરે સુવિધાઓ મળવામાં સરળતા થશે, તેમજ વિસ્તારના વિકાસને વેગ મળશે.
કચ્છમાં અન્ય ગામો નખત્રાણા માધાપર જેવા મોટી વસ્તી ધરાવતા ગામોને પણ નગરપાલિકાનો દરજ્જો આપવા માંગ ઘણા સમયથી થઇ રહી છે. જોકે મુન્દ્રા નગરપાલિકાની જાહેરાત થતા અન્ય ગામોને નગરપાલિકાનો દરજ્જો આપવાની વાત પર હાલ પૂર્ણ વિરામ મુકાયો હોય તેવી શક્યતા છે.