સોશ્યલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવવા બદલ ગાંધીધામમાં FIR
ગાંધીધામ : ફેસબુક આઇડીના માધ્યમથી હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવી આપતી જનક ટીપ્પણી કરવા બદલ ગાંધીધામ પોલીસ દ્વારા એક શખ્શ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ ગાંધીધામમાં રહેતા અશ્વિન કટારમલ નામના વ્યક્તિએ ફેસબુક આઇડી દ્વારા બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવી ટીપ્પણી અને કરવામાં આવી હતી. જે મુદે મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ વિભાગીય પોલીસ અધિકારી તેમજ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ ઇન્સ્પેકટરનું ધ્યાન દોરવાં આવ્યુ હતુ. જેની નોંધ લઇ પોલીસ દ્વારા આ શખ્શ વિરૂદ્ધ ખુદ ફરીયાદી બની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ શખ્શ વિરૂદ્ધ હિન્દુ મુસ્લિમ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તથા બે કોમો વચ્ચે ધિક્કાર અને દ્વેષ ની લાગણી ફેલાય તેવા લખાણો પોસ્ટ કરી, સંવેદનશીલ માહોલમાં કોરોનાની બીમારી તબ્લીક જમાત દ્વારા ફેલાવાઇ હોવાનું લખાણ પોસ્ટ કરી ગુનો કરવા બદલ IPC 153 A, 505 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 ની કલમ 54 મુજબ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ બાબતે મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા એ તમામ લોકોને અપીલ કરતા જણાવેલ કે આવા કપરા સમય મા પણ અમુક અસામાજીક તત્વો બંને સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાય અને લાગણી દુભાય તેવા કૃત્ય કરી રહ્યા છે, જે નીંદનીય છે. આવા લોકો સામે દરેક સમાજ ના આગેવાનો ભાર પૂર્વક અપીલ કરે અને આવા બનાવો બનતા અટકે તે જરુરી છે. પોલીસે કરેલ તત્કાલ કામગીરી પ્રશંસનીય છે, તેમજ એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે તમામ રાજકીય સામાજીક આગેવાનો આવા તત્વોને છાવરવા બંધ કરી ખુલ્લા પાડે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.