કચ્છના મહાન સાહિત્યકાર માધવ જોશી “અશ્ક” નું નિધન
ભુજ : કચ્છના મહાન સાહિત્યકાર, કોમી એકતાના પ્રખર હિમાયતી, કચ્છના ગાંધી એવા માધવ જોશી “અશ્ક” આપણા વચ્ચે નથી રહયા, જે કચ્છી સાહિત્ય જગત માટે ખૂબ જ આઘાતજનક સમાચાર છે. તેઓનું 93 વર્ષની વયે નિધન થયું છે.
માધવ જોશી ‘અશ્ક’નો જન્મ અખંડ ભારતના કરાચીમાં થયો હતો. ભાગલા બાદ તેઓ કચ્છના નારાયણસરોવર ગામે સ્થાયી થયા હતા. કચ્છી ભાષાને બંધારણીય માન્યતા અપાવવા માટે તેઓએ કૃત સંકલ્પ હતા. માધવ જોશી “અશ્ક” એ કચ્છના સાહિત્ય રૂપી આકાશના એક ઝળહળતા સિતારા હતા. તેઓની વિદાયથી સાહિત્ય જગતને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. પરંતુ તેઓ પોતાની પાછળ જે સાહિત્ય વારસો છોડી ગયા છે તે સાહિત્ય થકી આપણી વચ્ચે કાયમ હાજર રહેશે.
“વોઇસ ઓફ કચ્છ” ન્યુઝ પોર્ટલ તેમને હ્રદય પૂર્વક શ્રદ્ધાંજલી પાઠવે છે.