સમગ્ર કચ્છ સાથે માધાપરમાં પણ ખોલી શકાશે દૂકાનો : આખું માધાપર કંટેઇનમેંટ ઝોન નથી
ભુજ : ભારત સરકારના ગૃહ મંત્રાલયે દૂકાન દારોને કોઈ પણ મંજુરી વગર પોતાની દૂકાનો ચાલુ કરવા શુક્રવારે રાત્રે નિર્ણય લેવાયો હતો. જે સંદર્ભે ગઇ કાલે રાજ્ય સરકારે પણ આ બાબતે નિર્ણય લિધો છે. જે અંતર્ગત કલેકટર કચ્છ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યો છે. જેમાં શહેરી વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શરતોને આધિન દૂકાનો શરૂ કરવા છુટછાટ આપવામાં આવી છે. હોટસ્પોટ અને કંટેઇનમેંટ એરીયા જાહેર થયેલ વિસ્તારમાં આ છુટછાટ લાગુ પડશે નહીં.
શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ દૂકાનોને ખોલવા મંજુરી આપાઇ છે. આ દૂકાનો ખોલનારને શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ મળેલ દૂકાનનો લાયસન્સ સાથે રાખવાનો રહશે. કચ્છના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં માર્કેટ/માર્કેટ કોમ્પલેક્ષીસ, સીંગલ બ્રાન્ડ તથા મલ્ટી બ્રાન્ડ મોલ, હેર કટીંગ સલુન, સ્પા, ટી-સ્ટોલ, ફરસાણ, ખાણી-પીણીના દૂકાન, લારીઓ, રેસ્ટોરન્ટ, હોટેલો આ તમામ બંધ રહેશે, તે સિવાય તમામ દૂકાનો નિયમોને આધિન ખોલવા મંજુરી છે. દૂકાનો ખુલી રાખવાનો સમય સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીનો તંત્રએ નક્કી કર્યું છે. દૂકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવું તેમજ માસ્ક પહેરવું ફરજીયાત છે.
માધાપરમાં પણ દૂકાનો ખોલવાની છુટછાટ લાગુ પડશે
સરકાર દ્વારા દૂકાનો ખોલવા આપેલી છુટછાટ મુદે માધાપર ગામમાં આજે કેટલાક વેપારીઓ અસમંજસમાં મુકાયા હતા કે કંટેઇનમેંટ જોન હોવાથી માધાપરમાં દૂકાનો ખોલી શકાશે કે નહી ?
આ સવાલને લઇ વોઇસ ઓફ કચ્છ ન્યુઝ દ્વારા પ્રાંત અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે માધાપરમાં ફક્ત જ્યાંથી કોરોના પોઝિટીવ કેસ આવ્યા હતા તે ક્રિષ્ના પાર્ક સોસાયટી તેમજ આસપાસનો એરિયા જ કંટેઇનમેંટ ઝોન છે, આ એરીયામાં દૂકાનો ખોલી શકાશે નહીં. ત્રણ કિલોમીટર ત્રિજ્યામાં આવતા ગામના મોટાભાગના વિસ્તારને કંટેઇનમેંટ ઝોનમાં મુકવામાં આવ્યો હતો તે વિસ્તારમાં જાહેરનામું પુર્ણ થયેલ છે. જેથી આ તમામ વિસ્તાર કંટેઇનમેંટ ઝોનથી બહાર આવી જતા હવે અહિં નિયમ પ્રમાણે દૂકાનો ખોલવાની છુટછાટ લાગુ પડે છે. કલેકટરને કરેલા મેસેજના પ્રત્યુતરમાં પણ આવો જ જવાબ મળ્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે હવે આખું ગામ કંટેઇનમેંટ ઝોન નથી જે વિસ્તાર માંથી પોઝિટીવ કેસ આવ્યા તે સોસાયટી અને આસપાસનો અમુક એરિયા છે.