કચ્છની પ્રથમ કોરોના દર્દી, લખપતની મહિલાનો કોરોના રિપોર્ટ ફરી એકવાર નેગેટીવ
ભુજ : કચ્છમાં સૌ પ્રથમ કોરોના વાયરસની પોઝિટીવ દર્દી લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાનો રિપોર્ટ ફરી એક વાર નેગેટીવ આવતા સમગ્ર કચ્છ માટે ખૂબજ રાહત ભર્યા સમાચાર છે.
લખપત તાલુકાના આશાલડી ગામની મહિલા જે મક્કા-મદિનાની પવિત્ર યાત્રા કરી સાઉદી અરબથી પરત થઇ હતી. કરોના રિપોર્ટ પોઝિટીવ આવતા 20 માર્ચથી આ મહિલા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મહિલાનો ગત 11 એપ્રીલે રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યાર બાદ ફરિ ખરાઇ કરવા માટે બીજી વખત ટેસ્ટીંગ કરવા તેના સેમ્પલ લેબમાં મોકલાયા હતા. આ સેમ્પલનો 16 એપ્રીલે ફરિ પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. માટે એક દિવસ બાદ ફરિ આ મહિલા દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવા મોકલાયા હતા, જેનો રિપોર્ટ આજે નેગેટીવ આવતા આરોગ્ય તંત્ર તથા કચ્છની પ્રજા માટે ખૂબજ રાહતના સમાચાર કહી શકાય.
ઉલ્લેખનીય છે કે માધાપરમાં એક જ પરિવારના ત્રણ જણાને કોરોના પોઝિટીવ આવ્યો હતો. જે પૈકી 62 વર્ષીય વૃદ્ધ મૃત્યુ પામ્યા છે. તો તેમની પુત્રવધૂ અને પત્ની હાલ સારવાર હેઠળ છે. આ બેય સાસુ વહુ પૈકી સાસુનો રિપોર્ટ શુક્રવારે નેગેટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ આજે ફરિ ત્રણેય મહિલા દર્દીઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલશે, ત્યાર બાદ જો લખપત તથા માધાનરની અધેડ મહિલા દર્દીઓના બીજા રિપોર્ટ નેગેટીવ આવે તો બે-ત્રણ દિવસ બાદ નિયમાનુસાર હોસ્પિટલ માંથી રજા મળી શકે છે.