મુન્દ્રાના ભરૂડિયામાં પવનચક્કીના વીજ થાંભલામાં ફસાઈ જતા ઢેલનું મૃત્યુ : રાષ્ટ્રીય પક્ષી વધનો ગુનો દાખલ કરવા માંગ
મુન્દ્રા : તાલુકાના ભરૂડીયા ગામની સીમામાં આવેલ પવનચક્કીના વીજ થાંભલામાં ફસાઇ જતા ઢેલનું મૃત્યુ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આજે સવારે હટડી ગામના જાગૃત નાગરિક વવાર તરફ જઈ રહ્યા હતા ત્યારે પવનચક્કી દ્વારા ઉભી કરવામાં આવેલ રીન્યુ પાવર લીમીટેડ કંપનીની વીજ લાઈનમાં ફસાયેલી એક ઢેલ મૃત હાલતમાં જોવા મળી હતી. જેને લઈને તેઓએ તાત્કાલિક કચ્છના CCF અનિતાબેનને ફોન પર હકીકત જણાવેલ હતી ત્યાંથી ACF હર્ષ ઠક્કર અને DFO પ્રવિણસિંહ વિહોલને તપાસ કરવાનું જણાવેલ ત્યારે મુન્દ્રા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ આવીને સ્થળે તપાસ કરેલ અને વીજ પ્રવાહ અટકાવીને ઢેલને વીજ થાંભલા પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે પશુ દવાખાના મુન્દ્રા ખાતે મોકલી આપવામાં આવેલ છે. તેનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ સચોટ કારણ જાણવા મળશે.
જયપાલસિંહ સાથે વાત કરતા તેઓએ જણાવેલ છે આ વીજ કંપની પર રાષ્ટ્રીય પક્ષીને વધનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ વીજ કંપની દ્વારા પાણીના વહેણ જેવા વિસ્તારમાંથી વીજ લાઈન પસાર કરવામાં આવેલ છે જે સરકારના નિયમો વિરુદ્ધ છે. આવી જ રીતે મુન્દ્રા તાલુકામાં આવેલ કંપની દ્વારા સરકારના કે ફોરેસ્ટના નિયમો વિરુદ્ધ જઈને પોતાના નફા માટે આડેધડ કામ કરેલ હોય જેના કારણે આજે આવા બનાવો બની રહ્યા છે.
નલિયામાં પણ આવી જ રીતે જંગલના નિયમોને નેવે મૂકીને કામ કરવાના કારણે લુપ્ત થતા ધોરડ પક્ષીના મૃત્યુના કિસ્સા સામે આવેલ છે.