કોરોના વાયરસ સામે તકેદારી માટે બે અઠવાડીયા સુધી રાજયની શાળા-કોલેજો બંદ
ભુજ : મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ એ આ બેઠક ની વિગતો આપતા જણાવ્યુ કે ગુજરાત માં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.
રાજ્યમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલ થી બે અઠવાડિયા માટે એટલે કે 29 માર્ચ સુધી બંધ રહેશે. હાલ માં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે. રાજ્યના સિનેમા ઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. રાજ્યમાં જાહેર સ્થળો એ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધ નો ભંગ કરશે તો 500 રૂપિયા નો દંડ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયો ને પોતાના મેળાવડાઓ ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ અનુરોધ કર્યો છે.