ખેડુતોના આક્રોશ સામે ઝુકીને અભિમાની સરકારને પાકવીમો મરજીયાત કરવાની જાહેરાત કરવી પડી : વી. કે. હુંબલ

265

ભુજ : મીદી સરકારે પાકવીમો મરજીયાત કરવાની જાહેરાત કરી એ મોદી સરકારની પીછે હટ છે. ખેડુતોના આક્રોશ સામે અભિમાની સરકાર ઝુકી હોવાનું વી. કે. હુંબલે અખબારી યાદીમાં જણાવ્યું છે.

તેઓએ જણાવ્યું કે કેન્દ્રમાં ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાહેર કરી વચનો આપ્યા હતા કે ખેડૂતોના પાકને અતિવૃષ્ટિ કે દુષ્કાળથી નુક્શાન થશે તો વીમા કંપની વળતર ચુકવશે, પણ જયારથી આ યોજના પોતાના માનીતા ઉદ્યોગપતિઓની કંપનીઓને સોપવામાં આવી ત્યારથી આ યોજના ખેડુતો માટે આશીર્વાદના બદલે અભિશાપ બનવા લાગી. ખેડુતોને પાક ધીરાણ લેવું હોય તો વીમાના પ્રીમીયમ પેટે તેમાંથી 5% રકમ કાપી લેવામાં આવતી. ફરજીયાત પ્રીમીયમ ભરવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોને પાકની નુકશાની પેટે એક પણ વખત યોગ્ય વળતર મળ્યું નથી. ગત વર્ષે કચ્છને અછત ગ્રસ્ત જાહેર કરાયો હતો તેમજ આ વર્ષે વધુ વરસાદના કારણે ખેડૂતોના પાકને ખુબજ નુકશાન થયું હતું અને અમુક વિસ્તારમાં તો બરફના કરા પડવાથી પાકને નુકશાન થયેલ પણ વીમા કંપનીઓએ ખેડુતોને મળવા પાત્ર પાકવીમાની રકમ ચુકવેલ નથી. જેથી ખેડુતોમાં આક્રોશ હોય તે સ્વાભાવિક છે. કંપનીઓ દ્વારા કરોડો રૂપીયા પાકવીમાના પ્રીમીયમ પેટે ખેડુતો પાસેથી વસુલ્યા પણ વળતર ચુકવવાની વાત આવે ત્યારે નીયમોની આંટી ગુંટી બતાવી ગલ્લા તલ્લા કરવા લાગતા કચ્છ સહિત સમગ્ર દેશના ખેડૂતોમાં આક્રોશ ફેલાવા લાગ્યો. વીમા કંપની દ્વારા પાકવીમાના નામે ખેડુતોને છેતરવામાં આવતો હોવા બાબતે સમગ્ર દેશમાં ખેડુતો તેમજ કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો પરંતું આ અભિમાની સરકાર સાંભળવા તૈયાર જ ન હતી.

આખરે લોક આક્રોશને કારણે મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર અને છેલ્લે દિલ્હીના ચુંટણી પરિણામે સરકારની આંખ ખોલી નાખતા 30 હજાર કરોડ જેટલી રકમનું ખાનગી કંપનીઓને નફો કરાવ્યા બાદ સરકારે પાકવીમાની રકમ મરજીયાત કરવાની જાહેરાત કરી છે. સરકારે આખર ઝુકવું પડયું અને અન્યાય સામે ન્યાયની જીત થઇ હોવાનું જિલ્લા પંચાયત વિપક્ષી નેતાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.