CAB કાયદા અને NRC ના વિરોધમાં 18 મીએ મુસ્લિમ સમાજનું ભુજમાં આવેદનપત્ર
ભુજ : ભારતની સાંસદ તેમજ રાજય સભામાં સીટીઝનશીપ એમેડમેન્ટ બીલ CAB પસાર કરી કાયદો બનાવવાં આવેલ છે. આ કાયદા મુજબ પડોશી દેશમાંથી આવતા શરણાર્થીઓને ભારતનું નાગરીકત્વ મળી શકશે, પણ આ બીલને લઇને ત્યારે વિવાદ ઉદભવ્યો જયારે આ બીલ પ્રમાણે હિન્દુ, જૈન, પારસી, બૌદ્ધ, ખ્રીસ્તી વગેરેને નાગરિકત્વ મળશે પણ તેમાં મુસ્લિમનો કોઇ ઉલ્લેખ ન હોવાની વાત સામે આવી. જેનો મતલબ એ થાય કે તમામ લોકોને નાગરિકત્વ મળશે પણ મુસ્લિમ શરણાર્થીને નાગરિકત્વ નહીં મળે. આ વાતને લઇ સમગ્ર દેશમાં મુસ્લિમો તેમજ વિવિધ સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જે સંદર્ભે કચ્છના મુખ્ય મથક ભુજ મધ્યે 18 ડીસેમ્બરના સવારે 11 કલાકે કલેકટર કચેરીએ કચ્છના મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પત્ર આપવાની જાહેરાત કરવામાં આવી છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રા દ્વારા આ આવેદન પત્રમાં મુસ્લિમ સામાજિક સંસ્થાઓ, રાજકિય આગેવાનો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, ડોકટરો, વકીલો, શિક્ષકો, મુસ્લિમ વેપારીઓ તેમજ સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજના તમામ લોકોને જોડાવવા અપીલ કરવામાં આવી છે.
આ મુદે મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ ભુજમાં મુસ્લિમ સમાજ દ્વારા યોજાનાર આવેદન પત્રમાં તમામ મઝહબી રહેનુમાઓ, રાજકીય-સામાજિક આગેવાનો, સંસ્થા ના હોદ્દેદારો બહોળી સંખ્યા મા જોડાય તેવી અપીલ કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે આ બાબતે અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા બાબતની સંસ્થા યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજીયસ ફ્રીડમ (USCIRF)એ કહ્યું છે કે ભારતીય સંસદમાં રજૂ થયેલું નાગરિકતા સુધારા વિધેયક એ ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલું છે. આ વિધેયક લોકસભામાં પસાર થવા મુદે પંચે ખૂબ જ ચિંતા જતાવી છે, અને આ નાગરિકતા સુધારા વિધેયક (CAB) (સીટીઝન એમેમમેનટ બીલ) ભારત ના બિન સાંપ્રદાયિક માળખા માટે હાની કારક હોવાનું જણાવ્યું છે.