જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિરૂધ્ધ સોશ્યલ મીડિયામાં લખનાર યુથ કોંગ્રેસ પ્રમુખ ને પ્રદેશ કક્ષાથી શિસ્તભંગની નોટીસ
ભુજ : બે દિવસ અગાઉ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હરીસિંહ જાડેજાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને બદલાવવા માંગ કરી તેમજ તેમના કારણે કચ્છમાં કોંગ્રેસનું પતન થયું હોવાનું અને નેતૃત્વ દીશા વિહોણો હોવાના ગંભીર આક્ષેપ કરાયા હતા. આ પોસ્ટ સંદર્ભે યુથ કોંગ્રેસ પ્રમુખ હરીસિંહ જાડેજાને પ્રદેશ કક્ષાએથી નોટીસ ફટકારવામાં આવી છે.
નોટીસમાં જણાવાયું છે કે તેમને કોઈ કારણોસર અસંતોષ હોય તો યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ. સીધો સોશ્યલ મીડિયામાં વિરોધ કરવો યોગ્ય નથી. આ પગલા શિસ્તભંગ ગણાય. આવું કરવાથી પક્ષને નુકશાન થાય છે. આ બાબતે વારંવાર જિલ્લા સમિતિ દ્વારા ટકોર કરવા છતાં આપને કોઇ ફેર પડતો નથી. આવું કેમ કરવું પડે છે ? તેવું પ્રશ્ન કરતા દિવસ સાતમાં ખુલાસો આપવા યુથ કોંગ્રેસ પ્રમુખ હરીસિંહ જાડેજાને જણાવાયું છે. જોક યુથ કોંગ્રેસ પ્રમુખ હરીસિંહ જાડેજાને થયેલ નોટીસ સંદર્ભે આવનારા સમયમાં શું પગલા લેવાય છે ? તે જોવું રહ્યું.
કારણ કે કોંગ્રેસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ પ્રકારની પક્ષ વિરોધી પ્રવૃતિ કે પક્ષને નુકશાન કરતી ગતિવિધિઓ બાબતે પ્રદેશ કક્ષાએ અનેક વાર પુરાવા સહિત રજૂઆતો થઇ હોવા છતાં આજ દિવસ સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી.