માધાપરમાં બે વર્ષમાં એક જ રોડ ત્રણ વખત બન્યો હોવાનો આક્ષેપ ખોટો : R&B પંચાયત
ભુજ : માધાપરમાં એક જ રોડ ત્રણ વખત અલગ-અલગ એજન્સીઓ દ્વારા બનાવાયાનો આક્ષેપ કોંગ્રેસ જિલ્લા પ્રવક્તા દિપક ડાંગરે કર્યો છે. જે આક્ષેપ ખોટો હોવાનું R&B પંચાયતના નીકીતા પટેલે “વોઇસ ઓફ કચ્છ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું છે.
આ બાબતે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ત્રણેય વર્ક ઓર્ડરમાંથી એક વર્ક ઓર્ડર અન્ય રોડનો છે. 2017 માં એ. એન્ડ ટી. ઇન્ફ્રાકોન પ્રા. લી. દ્વારા જે રોડ બન્યો તે આ રોડ નથી. આ રોડ ખરેખર શિવનગર રોડ છે. એ. એન્ડ ટી. એ બનાવેલ રોડ સી.સી રોડ છે. જે ડોલ્ફીન હોટેલની પાછળની ગલી છે. બાકીના બે વર્ક ઓર્ડર શિવનગર રોડના છે. આ રોડ પ્રથમ વિજય કન્સ્ટ્રક્શનને શરૂ કર્યું હતું. ત્યાંના રહેવાસીઓએ ડામર રોડ કરવાની મનાઇ કરી હતી, માટે તાત્કાલીક આ રોડમાં જે પ્રાથમિક કામ થયું હતું તે ઉખેડી મુકવામાં આવ્યું. આ મુદે સ્થળ પર પંચનામું પણ કરાયો હતો. જેથી તે રોડ બન્યોજ નથી. હાલમાં જે સી.સી. રોડ બની રહ્યું છે, તે ગ્રામ પંચાયત હેઠળ બાપાદયાળુ નગર અને આઇયાનગરનો રસ્તો પાસ થયેલ હતો. આ પેકેજમાંથી જે કોન્ટીટી બચતી હોય તેનો ઉપયોગ શીવનગર રોડ બનાવવા અમારી પાસે માંગણી મુકવામાં આવી હતી. જે બાબતે ગ્રામ પંચાયત દ્વારા અમને મંજુરી આપી એટલે અમે આ રસ્તો બનાવ્યો છે તેવું જણાવ્યું હતું.
આમ આ ત્રણ વર્ક ઓર્ડરમાંથી એક વર્ક ઓર્ડર અન્ય રોડનો છે તથા આ રોડનો એક વર્ક ઓર્ડર અપાયો તે કામ થયું જ નથી. માટે આ કામ ફક્ત એક જ વખત થયું છે. જે હાલમાં સી.સી. રોડ બનાવાયું છે તેવું R&B પંચાયત ના નીકીતા પટેલે ખુલાસો કર્યો છે.