વી.સી. અને રજીસ્ટ્રારની નિમણૂંક ન થવા મુદે પદવીદાન સમારોહ પૂર્વે કોંગ્રેસ દ્વારા કચ્છ યુનિવર્સિટીને કરાઇ તાડા બંધી
ભુજ : આવતી કાલે ગુજરાતના રાજયપાલ આને શિક્ષણ મંત્રીની હાજરીમાં પદવીદાન સમારોહ યજાનાર છે તે દરમયાન કચ્છ યુનિવર્સિટીમાં વી.સી. અને રજીસ્ટ્રારની નિમણૂંક ન થવા મુદે આજે કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગરની આગેવાનીમાં યુનિવર્સિટીને તાડાબંધી કરવામાં આવી હતી.
આ બાબતે દિપક ડાંગરે જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ જ લેખીતમાં જાણ કરવામાં આવી છે કે યુનિવર્સિટીના બીન શૈક્ષણીક સટાફની ભરતીની મંજૂરી આવી ગઇ છે. તેમજ છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીમાં રજીસ્ટ્રારની જગ્યા ખાલી છે. જેના બે ઇન્ટરવ્યૂ થઇ ગયા હોવા છતાં આજ દિવસ સુધી રજીસ્ટ્રારની નિમણૂંક થઇ નથી. ગત ઓકટોબર માસમાં શિક્ષણ મંત્રીએ ખાત્રી આપી હતી કે થોડા સમયમાં તમામ ભરતી થઇ જશે. તદ્દઉપરાંત 9 મહિનાથી યુનિવર્સિટીના વી.સી.ની ખાલી જગ્યા પણ ભરવામાં આવી નથી. જેથી ભાજપની શિક્ષણ વિરોધી નિતી અને કચ્છ ભાજપની નબળી નેતાગીરીના વિરોધમાં યુનિવર્સિટીને તાડાબંધી કરવાની ફરજ પડી છે. વધુમાં જણાવ્યું છે કે કાલે રાજયપાલ અને શિક્ષણ મંત્રી આવી રહયા છે ત્યારે તેમને કચ્છના શૈક્ષણીક હીતને ધ્યાને લઇ આ જગ્યા જલદી ભરાય તે માટે અનુરોધ છે.
તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રવક્તા ઘનશ્યામસિંહ ભાટીએ ઇનચાર્જ પધ્ધતીનો સખત વિરોધ નોંધાવ્યો હતો. પૂર્વ સેનેટ રમેશ ગરવાએ પણ તાડાબંધીને સમર્થન આપ્યો હતો. આ તાડાબંધી કરવામાં NSUI ના આશિસ ભરાડીયા, મિલન વાડા, કાર્તીક પૈઇ, ભરત ઢોલા, હાર્દીક લાડુમોર વગેરે હાજર રહ્યા હતા.