આર્ચિયન કંપની અને પરિવહનકારો વચ્ચે સુખદ સમાધાન સારી પહેલ : અબડાસા ધારાસભ્યની કુનેહ પરિવહનકારોના હિતમાં, પણ…
અબડાસા ધારાસભ્યની કુનેહ પરિવહનકારોના હિતમાં પણ,ભવિષ્યમાં નાના ટ્રક માલિકો અને ધંધાર્થીઓને હિત ન જોખમાય એ પણ જરૂરી
ભુજ તા.18, રણની કાંધીએ હાજીપીર પાસે આવેલ આર્ચિયન કેમીકલ કંપની અને પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશીએશન વચ્ચે મીઠાના પરિવહનકારોના ટ્રકના ભાડા અને ટ્રક માલિકોને નિયમિત કામધંધા મળી રહે તે માટે ની ચાલતી લડતનો અબડાસાના ધારાસભ્ય પ્રધ્ધુમનસિંહ જાડેજા અને અન્ય પશ્ચિમ કચ્છના અન્ય ટ્રક માલિકોના પ્રયત્નથી સુખદ સમાધાન થતા પશ્ચિમ કચ્છ સહિતના ટ્રક માલિકોમાં ખુશી ફેલાઈ છે,પણ ભવિષ્યમાં એકલ દોકલ ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટ સંલગ્ન અન્ય ધંધાર્થીઓનો હિત ન જોખમાય એ માટે પણ કાયમી આયોજન જરુરી છે.
આર્ચિયન કેમીકલ કંપની અને પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશીએશન વચ્ચે મીઠાના પરિવહનકારોનો પ્રશ્ન ઉકેલવા બદલ ધારાસભ્ય પ્રધ્ધુમનસિંહજી જાડેજા અભિનંદન પાત્ર છે,આર્થિક મંદી અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ચાલતી ભયંકર મંદી વચ્ચે પશ્ચિમ કચ્છમાં અનેક નાના ટ્રક માલિકોની હાલત ખૂબ જ કફોડી છે,મીઠાના પરિવહનના ધંધાને આર્થિક ઉપજની આશાએ દર દાગીના,જમીન વેચીને લોન મેળવીને ટ્રક ખરીદ્યા પછી ધંધા રોજગાર ઠપ્પ થઇ જતા ટ્રકના હપ્તા ભરવાના પણ વાંધા પડી ગયા હતા આવી પરિસ્થિતિમાં કંપની સાથે થયેલ સમાધાન આશાનું કિરણ છે,બીજી તરફ મીઠાનો ટ્રાન્સપોર્ટ વ્યવસાય બંધ થતા ટ્રાન્સપોર્ટ સંલગ્ન હોટેલ, ટાયર,ગેરેજ,સ્પેર પાર્ટસ સહિતના ધંધાને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આમ ટ્રક માલિકોના એસોશીએશન અને આર્ચિયન કંપની સતાધીશો વચ્ચે થયેલા સમાધાન થકી ટ્રક માલિકોમાં નવા પ્રાણ આવ્યા છે.અને ટ્રક માલિકોની દિવાળી પણ સુધરશે