માસુમ બાળકની ચીસો સાંભળવાના બદલે, પોલીસ અદાણી મેનેજમેન્ટની સેવામાં હાજર : રફીક મારા
ભુજ : છેલ્લા ગણા સમયથી અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ વિવાદોમાં રહી છે. સામાજિક કાર્યકર દ્વારા ડોક્ટર સાથે મારામારીનો બનાવ હોય કે ડોકટરોની હડતાલ હોય અથવાતો રાજકીય સામાજિક આગેવાનોની પ્રવેશ બંધી હોય. થોડા દિવસો અગાઉ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા દ્વારા હોસ્પિટલમાં ચાલતી ગેરરીતીઓ બાફતે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. ત્યાર પછી જી.કે. જનરલ હોસ્પિટલનો મુદો ગરમાયો છે. ગઇ કાલે વાયરલ થયેલા વિડીયો બાદ સર્જાયેલા ઘટનાક્રમમાં જી. કે. જનરલના સ્ટાફની બેદરકારીથી ચીસો પાડતાં માસુમ બાળકની વ્હારે આવવાના બદલે ભુજની પોલીસ અદાણી મેનેજમેન્ટની સાવામાં હાજર થઈ હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાએ કર્યો છે.
આજે સવારે પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા જનરલ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાતે ગયેલ ત્યારે ફરી ચકમક સર્જાઇ હતી. બ્લડ સેમ્પલ યુનીટમાંથી બાળકના વાયરલ થયેલ વિડિયો બાબતે તેના સંબંધીએ રજૂઆત કરતા ડો. ભાદરકા પાસે રફીક મારા રજૂઆત કરવા ગયેલ. આ સમયે અમુક સટાફના સબંધીઓ તથા મિત્રોએ રફીક મારાને ફોન કરીને ધમકી આપેલ કે અમારા ભાઇ પર ફરિયાદ કરવા કેમ ગયા હતા. તમે બહાર આવીને અમને જવાબ આપો. આ મુદે રફીક મારાએ તપાસ કરાવી તો બહાર 10-15 જણાનું ટોળું તેઓ પર હુમલો કરવા ઉભું હતું. જેથી આ બાબતની જાણ પોલીસ તેમજ મીડીયાના મીત્રોને કરી અને બહાર નીકળ્યા હતા. ત્યારે આ ટોળાએ કીધું કે અમને અદાણીએ છુટ આપી છે, રફીક મારાને મારીને ફરિયાદ કરી આવો. પણ તે સમયે મીડીયાના મિત્રો આવી જતા હૂમલો ન કર્યો પણ હવે જી. કે. મા દેખાઇશ તો મારીને નાલામાં ફેકી દેશું એવી ધમકી આપી હતી. તે જ સમયે એ ડીવીઝન પી.આઇ. એમ.એન. ચૌહાણ ત્યાં આવી પહોંચ્યા અને “ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે” ની કહેવત મુજબ રફીક મારાને જ કહેવા લાગ્યા કે આ તારા બાપની જાગીર નથી. તારો અહીં શુ ડાટયો છે ? રોજ અહીં તું શુ કરવા આવશ તેવી ભાષા પ્રયોગ કરી લોકોની હાજરીમાં રોફ જમાવવાની કોશીસ કરી હોવાનો આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટર તેમજ એસપી ને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે.
વધુંમાં પ્રદેશ મંત્રી રફીક મારાએ જણાવ્યું હતું કે અગાઉ પણ પોલીસ દ્વારા રાજકીય, સામાજિક અગ્રણીઓના પ્રવેશ પર પાબંધી લગાડવાનો હીટલરશાહી ફરમાન જારી કરવામાં આવ્યો હતો. જેથી તંત્ર અદાણીને છાવરી રહ્યું હોવાનું સ્પષટ દેખાઇ આવે છે. તેમજ અદાણી સંચાલિત જી કે માં ચાલતી ગેરરીતીઓ વિરૂદ્ધ અવાજ ઉપાડતા હોવાના ખાર રાખી આ તમામ ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે બહારથી ગુંડા બોલાવીને મારી નાખવાની ધમકી આપી હોવાનું રફીક મારાએ જણાવ્યું હતું.