સ્ટેશન રોડ પર પડયો ભુવો : ભુજ નગરપાલિકાના વિકાસમાં પડ્યો “ખાડો”

682

ભુજ : શહેરના ધમધમતા વિસતાર સ્ટેશન રોડ પર ઇલાર્ક હોટેલ સામે રોડ પર આજે બપોરે અચાનક મોટો ખાડો પડી જતા કુતુહલ સર્જાયો હતો. સદભાગ્યે કોઇ નુક્શાન થયું નથી. આ ખાડો એટલો મોટો છે કે આખેઆખું રીક્ષા અંદર પડી જાય. આ ખાડો નીચે ગટરની ચાલુ લાઇન છે. તેમજ હાલ વરસાદી પાણીના કારણે જમીન પોચી પડવાથી રોડ ધસી પડ્યું હોવાનું સ્થળ પરના લોકોમાંથી જાણવા મળયું છે. જો કે આ ઘટના સંદર્ભે વીથ કોંગ્રેસ પ્રમુખ માનસી શાહે નગરપાલિકાના ભ્રષ્ટાચાર કારણભુત હોવાનું “વોઇસ ઓફ કચ્છ ન્યૂઝ” સાથે વાત કરતા જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે રોડોમાં થતા ભ્રષ્ટાચાર તેમજ નબળા કામો બાબતે અવારનવાર પાલિકાના મુખ્ય અધિકારી અને કાઉન્સીલરોને રજૂઆત કરાઇ છે. છતાંય આ મુદે કોઇએ અધિકારી તથા પદાધિકારીઓએ ગંભીરતા દાખવેલ નથી. આ રીતે ભ્રષ્ટાચાર બાબતે આંખ આડા કાન કરી પાલિકાના જવાબદારો ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે. હજી છ મહિના પહેલા બનેલા રોડની જે હાલત થઇ છે. જેથી ભુજ નગરપાલિકાના વિકાસમાં ખાડા પડી રહ્યા છે તે સ્પષ્ટ દેખાય છે. પંચમુખા હનુમાન શેરીમાં પણ આ રીતે જ ભ્રષ્ટાચાર આચરાયો છે. જમીનનું કોઇપણ જાતનું લેવલીંગ કર્યા વગર ઉપર છલ્લું કામ કરી, નબળું કામ કરી પ્રજાનાં પૈસાનું પાણી કરેલ છે. તે સીવાય પ્રમુખસ્વામી નગર, વાણીયાવાડ, મહેરઅલી ચોક જેવા અનેક વિસ્તારોમાં રોડોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. છતાં પાલીકાના જવાબદારોના પેટનું પાણી પણ હાલતું નથી. અને 60-40 નો વ્યવહાર કરી પાલીકાના જવાબદારોએ ભુજ શહેરમાં ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન આપ્યું છે. તેવા ગંભીર આક્ષેપ માનસી શાહ દ્વારા કરવામાં આવ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.