“ચંધર વાડે વા, સજ વાડે મીં” : આનોખી ખગોળીય ઘટનાથી સારા વરસાદના સંકેત
ભુજ : ગઇ કાલે બપોરના મધ્યાહને આકાશમાં ખગોળીય ઘટના જોવા મળી હતી. જેમાં સુર્યની આસપાસ ગોળ રાઉન્ડ જોવા મળ્યું હતું. આ ઘટનાને ખગોળીય ભાષામાં “સન હાલો” કહેવાય છે. આ ઘટનાથી સારો વરસાદ થવાની શક્યતા હોવાનું ખગોળવિદો માને છે. ત્યારે આ ઘટનાને લઇને કચ્છમાં પણ એક લોકવાયકા છે કે “ચંધર વાડે વા, સજ વાડે મીં” એટલે કે ચંદ્રની આસપાસ આવો રાઉન્ડ(વાડો) હોય તો પવન લાગવાના એંધાણ હોય છે. એજ રીતે સૂર્યની આસપાસ રાઉન્ડ હોય તો સારા વરસાદના એંધાણ હોય છે. હાલ સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં પણ એકંદરે સારો વરસાદ થયો છે. ત્યારે આવનારા સમયમાં સારા વરસાદના એંધાણ હોય તેવું ખગોળીય ઘટના અને કચ્છની લોકવાયકા પરથી આભાસ થાય છે.